US એ સ્વીકાર્યું, Covaxin છે ખુબ પ્રભાવી, કહ્યું- આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ્સનો પણ કરી શકે છે ખાતમો
ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિક્સિત કોવિડ-19 રસી કોવેક્સીન ખુબ અસરકારક છે તે વાત હવે અમેરિકાએ પણ સ્વીકારી લીધી છે.
Trending Photos
વોશિંગ્ટન: ભારતીય કંપની ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા વિક્સિત કોવિડ-19 રસી કોવેક્સીન ખુબ અસરકારક છે તે વાત હવે અમેરિકાએ પણ સ્વીકારી લીધી છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) એ પોતાની તપાસમાં જાણ્યું છે કે કોવેક્સીન (Covaxin) ડોઝ લીધા બાદ શરીરમાં બનતી એન્ટીબોડીઝ કોવિડ-19ના આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે લડવામાં પ્રભાવી છે.
બ્લડ સીરમનો કરાયો હતો અભ્યાસ
NIH એ કહ્યું કે, રસી લેનારા મોટાભાગના લોકોના બ્લડ સીરમ પર થયેલા 2 અભ્યાસથી જાણવા મળ્યું છે કે રસીથી જે એન્ટીબોડી બને છે તે બ્રિટન અને ભારતમાં મળેલા કોરોનાના B.1.1.7 (આલ્ફા) અને B.1.617 (ડેલ્ટા) વેરિઅન્ટ્સ પર અસરકારક છે. જો કે કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ હજુ પ્રકાશિત થયા નથી અને બીજા તબક્કાના પરિણામ ખુબ સારા રહ્યા હતા.
અમેરિકાના ટોપ વિશેષજ્ઞ કરી ચૂક્યા છે વખાણ
કોવેક્સીન (Covaxin) ના ત્રીજા તબક્કાના ટ્રાયલના વચગાળાના પરિણામો મુજબ આ રસી લક્ષણોવાળા કેસમાં 78 ટકા સુધી અસરકારક છે અને લક્ષણો વગરના કેસમાં 70 ટકા સુધી અસર કરે છે. જ્યારે કોરોનાના ગંભીર કેસોમાં તે 100 ટકા પ્રભાવી છે. અમેરિકાના ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ એન્થની ફૌસી અનેકવાર કોવેક્સીનના વખાણ કરી ચૂક્યા છે. આ વર્ષે જ તેમણે કહ્યું હતું કે ભારતમાં બનેલી કોવેક્સીન કોરોનાના 617 વેરિઅન્ટ્સનો ખાતમો કરવામાં સક્ષમ છે.
કોવેક્સીનને ડેડ કોરોના વાયરસથી બનાવવામાં આવી છે જે શરીરમાં આ વાયરસ સામે લડવામાં પૂરતી એન્ટીબોડી બનાવે છે. તેને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની સાથે મળીને બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે