Covid India Updates: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર અસર થવાના સંકેત નથીઃ સરકાર

દેશમાં કોરોના વિશે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,000 કેસ સામે આવ્યા છે. 40 દિવસ બાદ આ સૌથી ઓછા કેસ છે.
 

Covid India Updates: કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર અસર થવાના સંકેત નથીઃ સરકાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, આપણે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં જોયુ કે બાળકોમાં સંક્રમણ ઓછુ જોવા મળ્યું છે. તેથી અત્યાર સુધી લાગતું નથી કે આગળ જઈને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં કોવિડ સંક્રમણ વધુ જોવા મળશે. તેમણે કહ્યું કે, નબળી રોગપ્રતિકારક શક્તિવાલા લોકો મ્યુકોરમાઇકોસિસ, કેન્ડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રૂપથી સાઇનસ, નાક અને આંખની આસપાસ હાડકામાં મળે છે અને મગજમાં પ્રવેશ કરી શકે છે. 

તેમણે કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ જોવા મળે છે, તે માટે સિન્ફોમેટિક સારવારની જરૂરીયાત હોય છે. સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે બ્રેન ફોગના રૂપમાં જાણીતું વધુ એક લક્ષણ છે, જેને કોવિડ દેખાયું છે. જેને એકાગ્રતામાં મુશ્કેલી આવે છે અને અનિંદ્રા અને અવસાદથી પીડિત છે. 

તેમણે કહ્યું કે, કેટલાક લક્ષણ છે જે કોવિડ બાદ જોવા મળે છે. જો આ લક્ષણ 4-12 સપ્તાહ સુધી જોવા મળે, તો તેને ચાલી રહેલ સિન્ફોમેટિક કોવિડ કે પોસ્ટ એક્યૂટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો લક્ષણ 12 સપ્તાહ કરતા વધુ સમય સુધી જોવા મળે છે તો તેને પોસ્ટ કોવિડ  સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 

ડો. ગુલેરિયાએ કહ્યુ કે, એવો કોઈ ડેટા નથી જે તે દર્શાવે છે કે વાયરસ જાનવરોથી મનુષ્યમોમાં ફેલાઇ છે. અમારી પાસે માત્ર તે દેખાડનાર ડેટા છે કે વાયરસ મનુષ્યોથી જાનવરોમાં ફેલાઇ છે જેમ પ્રથમ લહેર દરમિયાન ન્યૂયોર્કના એક પક્ષીઘરમાં જોવા મળ્યું હતું.

દેશમાં કોરોના વિશે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,000 કેસ સામે આવ્યા છે. 40 દિવસ બાદ આ સૌથી ઓછા કેસ છે. જિલ્લા સ્તર પર પણ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મે સુધી રિકવરી રેટ 81.7 ટકા હતો જે હવે વધીને 88.7 ટકા થઈ ગયો છે. છેલ્લા 22 દિવસથી દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મેએ દેશમાં 17.13% સક્રિય કેસ હતા જે હવે ઘટીને 10.17% રહી ગયા ઝછે. છેલ્લા 2 સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં આશરે 10 લાખનો ઘટાડો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news