એક ઘર એવું કે જ્યાં ભરેલો હતો મોતનો સામાન

ઝારખંડના ડિગરીના સીઆરપીએફની ટીમે એક મકાનમાંથી લેન્ડમાઇન બનાવવા માટે ઉપયોગમાં લેવાનાર વિસ્ફોટક સહિત અન્ય સામાનનો મોટો જથ્થો ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસની ટીમે નક્સલિયોને ઝડપી લેવા સર્ચ અભિયાન હાથ ધર્યું છે.

એક ઘર એવું કે જ્યાં ભરેલો હતો મોતનો સામાન

નવી દિલ્હી : નક્સલિયોને ઝડપી લેવા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. સુરક્ષા બળોની સંયુક્ત ટીમને ઝારખંડના ડિગરી ગામના એક ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો હાથ લાગ્યો છે. લેન્ડમાઇન બનાવવા માટે ઉપયોગમાં લેવાનાર જીનેટીન સ્ટીક 482, ડિટોનેટર 889, કોરેક્સ વાયર 250 મીટર, બે સેફ્ટી ફ્યૂઝ સહિત અન્ય સામાન પોલીસે જપ્ત કર્યો છે. આશંકા સેવાઇ રહી છએ કે નક્સલીઓ આ જથ્થાનો ઉપયોગ કરી કોઇ મોટી ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા. 

સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ઝારખંડની ઔદ્યાગિક નગરી જમદેશપુરથી માત્ર 35 કિલોમીટર દુર આવેલા ડિગરી ગામમાં સીઆરપીએફની 193મી બટાલિયનના કમાન્ડો અને ઝારખંડ પોલીસની ખાસ ટીમ નક્સલીઓને ઝડપી લેવા માટે સર્ચ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન એક ઘરમાં સુરક્ષો બળોને મોતનો આ સામાન મળી આવ્યો હતો. મોટી માત્રામાં વિસ્ફટકોનો જથ્થો જોઇ પોલીસ પણ દંગ રહી જવા પામી હતી. 

સુરક્ષા બળોના અનુસાર ઝડતી દરમિયાન ઘટના સ્થળેથી 482 જીલેટીન સ્ટીક, 889 ડિટોનેટર, 250 મીટર વાયર, બે ફ્યૂઝ સહિત અન્ય સામાન મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ સામાનનો ઉપયોગ કરી નક્સલીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા. જેને સુરક્ષા બળની ટીમે નિષ્ફળ બનાવ્યો છે. કહેવાય છે કે, વિસ્ફટકો દ્વારા નક્સલીઓ લેન્ડમાઇન ગોઠવી વિસ્ફોટ કરવાના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news