શક્તિશાળી બની રહ્યું છે વાવાઝોડું 'Michaung', મોટા જોખમના એંધાણ? ભારત સરકારે ભર્યું મોટું પગલું

Cyclone Michaung: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચૌંગની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી. દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. 

શક્તિશાળી બની રહ્યું છે વાવાઝોડું 'Michaung', મોટા જોખમના એંધાણ? ભારત સરકારે ભર્યું મોટું પગલું

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં એનસીએમસીની આજે બેઠક  થઈ જેમાં બંગાળની  ખાડીમાં ઊભા થનારા ચક્રવાત મિચૌંગ (Cyclone Michaung) માટે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચૌંગની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી. દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાના અને 3 ડિસેમ્બરની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ ઉપરાંત તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આજુબાજુના ઉત્તરી તમિલનાડુ કાંઠાઓ સુધી પહોંચી જશે. 

ત્યારબાદ તે દક્ષિણ આંધ્ર પ્રદેશ તટના લગભગ સમાંતર ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની સવાર દરમિયાન નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે એક ચક્રવાતી તોફાન તરીકે દક્ષિણ આંધ્ર પ્રદેશને પાર કરશે ત્યારે પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકથી લઈને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અને ઓડિશાના મુખ્ય સચિવો અને પુડુચેરીના નાણા સચિવે સમિતિને ચક્રવાતના અંદાજિત માર્ગમાં જનતા અને સંપત્તિની સુરક્ષા માટે થઈ રહેલા પ્રાથમિક ઉપાયો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલા ઉપાયોથી માહિતગાર કર્યા. 

— India Meteorological Department (@Indiametdept) December 1, 2023

માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ
માછીમારોને સમુદ્રથી દૂર રહેવાનું કહેવાયું છે. પૂરતા રાહત શિબિર, વિજળી આપૂર્તિ, દવા અને ઈમરજન્સી સેવાઓ તૈયાર રાખવામાં આવી રહી છે. NDRF એ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમ ઉપલબ્ધ કરાવી છે અને 10 વધારાની ટીમો તૈયાર રખાઈ છે. તટરક્ષક બળ, સેના અને નેવીને બચાવ અને રાહત ટીમોની સાથે સાથે જહાજો અને વિમાનોને પણ  તૈયાર રખાયા છે. 

બેઠકમાં કોણ હતું સામેલ
તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીની કેન્દ્રીય એજન્સીઓ અને સરકારોની તૈયારીના ઉપાયોની સમીક્ષા કરતા કેબિનેટ સચિવે કહ્યું કે રાજ્ય સરકારોના અધિકારીઓ દ્વારા તમામ જરૂરી અને સુરક્ષા ઉપાયો કરવા જોઈએ. જાનમાલની હાનિ ન થાય અને સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઓછું નુકસાનથાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. માછીમારો સુરક્ષિત પાછા ફરે તે પણ સુનિશ્ચિત કરવું. કેબિનેટ સચિવે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા, પુડુચેરીની સરકારોને આશ્વાસન આપ્યું કે તમામ કેન્દ્રીય એજન્સીઓ તૈયાર છે અને તેમને મદદ કરશે. 

આ બેઠકમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના મુખ્ય સચિવ, પુડુચેરીના નાણા સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, મત્સ્ય પાલન વિભાગા સચિવ, વીજળી મંત્રાલયના સચિવ, પોર્ટ, જહાજરાની અને જળમાર્ગ/પેટ્રોલિયમ અને મંત્રાલયના એડિશનલ સચિવે ભાગ લીધો. કુદરતી ગેસ/દુરસંચાર, સદસ્ય સચિવ એનડીએમએ, મહાનિદેશ આઈએમડી, મહાનિદેશક તટરક્ષક, ડીસીઆઈએસસી આઈડીએસ, આઈજી એનડીઆરએફ અને ગૃહમંત્રાયના વરિષ્ઠ અધિકારી સામેલ હતા. 

ગુજરાતમાં હવામાન
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન વિશે વાત કરતા કહ્યું કે આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દાહોદ, પંચમહાલ, ખેડા, મહિસાગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે. સાયોનિક સર્કયુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ તાપમાન સામાન્ય રહશે 3 દિવસ બાદ ઘટશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news