રાશિફળ: આ રાશિના જાતકોએ ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા જાણો શું કરવું

સ્વચ્છ સોનાનું ઘરેણું રાંધવાના પાણીમાં બોળીને પછી રસોઈ બનાવવી, સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.

રાશિફળ: આ રાશિના જાતકોએ ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા જાણો શું કરવું

પ્રશ્ન – ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા શું કરવું

  1. બપોરે 1 વાગ્યા પહેલા ભોજન કરી લેવું
  2. સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું.
  3. સ્વચ્છ સોનાનું ઘરેણું રાંધવાના પાણીમાં બોળીને પછી રસોઈ બનાવવી
  4. સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.
  5. રવિવારે દાડમનું ફળ ભોજનમાં લેવું.

તારીખ

2 ઓક્ટોબર 2018, મંગળવાર

માસ

ભાદરવા વદ આઠમ

નક્ષત્ર

આદ્રા

યોગ

વરીયાન

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)

 

  1. આજે અષ્ટમીનું શ્રાદ્ધ છે.
  2. ગણેશપુરાણનું વાચન કરી શકાય
  3. ગુલાબના છોડના કુંડાની માટી હાથમાં ચોળી, હાથ પાણીથી ધોઈ નાંખવા
  4. ગણેશજીને કુમકુમ અર્પણ કરવું
  5. ઘરમાં ગુગળનું ધૂપ સંધ્યા સમયે કરવું
  6. રસ્તામાં ક્યાંક પણ હાથી દેખાય તો યથાશક્તિ દાન કરવું.

 

મેષ (અલઈ)

  1. આપની ભાષા સામા પક્ષને વિચાર કરતી કરી મૂકે
  2. માતાનું આરોગ્ય જાળવવું
  3. આજે ઘર ભાડે આપવું હોય તો કરાર અવશ્ય કરજો
  4. એસીડીટી કે બળતરા ન થાય તેનું ધ્યાન રાખવું

વૃષભ (બવઉ)

  1. ઉઘરાણીના કાર્યમાં વ્યસ્તતા રહે
  2. સ્વાર્થનો પ્રેમ ત્યાગવો
  3. ચંચળતા થોડી વધે
  4. કાર્યમાં સ્થિર મન લાગે નહીં

મિથુન (કછઘ)

  1. નેત્રપીડાથી સાચવવું
  2. વેપારના કાર્યોમાં ગૂંચ આવે
  3. દિવસ વિતતો જાય તે સાનુકૂળતા
  4. આરોગ્ય જળવાય

કર્ક (ડહ)

  1. બ્લડ પ્રેશરના દર્દીઓએ સાચવવું
  2. જીવનસાથી સાથે સુમેળ જાળવવો પડશે
  3. ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  4. વધુ પ્રયત્ને કાર્ય સંપન્ન થાય

સિંહ (મટ)

  1. ખૂબ વાચાળ બનશો
  2. ઉશ્કેરાટમાં આરોગ્ય જાળવજો
  3. ઘરમાં ચોરી ન થાય તેની તકેદારી રાખજો
  4. બહારગામ જતા હોવ તો ઘરની ચોક્સાઈ કરવી

કન્યા (પઠણ)

  1. આપના વડીલોની તબિયત નબળી પડી શકે
  2. વ્યાવસાયિક કાર્યમાં ધનલાભ થઈ શકે છે
  3. શંકા-કુશંકાથી મન ઘેરાઈ શકે છે
  4. સંતાન સાથે વિવાદ થઈ શકે છે

તુલા (રત)

  1. સંબંધોમાં સ્વાર્થ ઉમેરાશે તો ગૂંચવાશો
  2. સાપ અને મોરલી જેવા સંબંધો ન થાય તે જોવું
  3. પ્રવાસની શક્યતા દેખાય છે
  4. આરોગ્યની વિશેષ તકેદારી રાખવી

વૃશ્ચિક (નય)

  1. પિતાનું આરોગ્ય જાળવવું
  2. સંબંધોમાં અંતરાય આવી શકે છે
  3. ઉશ્કેરાટ ઉપર ખાસ કાબૂ રાખજો
  4. આજનો દિવસ તકેદારી રાખવાનો છે

ધન (ભધફઢ)

  1. મિત્રોનો સહકાર સારો મળે
  2. મિત્રો સાથે ભાગીદારીમાં વેપારના યોગ પણ છે
  3. જીવનસાથીનું આરોગ્ય જાળવવું
  4. સાસરી પક્ષમાં વિખવાદ ન થાય તે જોવું

મકર (ખજ)

  1. જીવનસાથી સરકારી ક્ષેત્રે પ્રવૃત્ત રહે
  2. આપે આરોગ્ય જાળવવું
  3. ગુહ્ય બિમારીથી ખાસ સાચવવું
  4. ચામડીની બિમારીથી સાચવવું

કુંભ (ગશષસ)

  1. નોકરીના પ્રશ્ન સતાવે
  2. નોકરીવાંછુઓને વિલંબનો સામનો કરવો પડે
  3. કાર્યસ્થળે આપની ભૂલ પડી શકે છે
  4. વિશેષ તકેદારી રાખવી પડશે

મીન (દચઝથ)

  1. સંચિત કર્મ આડુ આવે
  2. પૂર્વે જે કર્યું તે આજે નડી શકે છે
  3. સંતાન સાથે સંયમપૂર્વક વાત કરવી
  4. તમારે શંકા-કુશંકાથી દૂર રહેવું.

 

  1. જીવનસંદેશ – ગાંધીજયંતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news