રાશિફળ 28 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો આજે કોઈ કામમાં જરાય ન કરે ઉતાવળ, ખુબ રહેવું પડશે સતર્ક 

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Updated By: Sep 28, 2020, 07:48 AM IST
રાશિફળ 28 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો આજે કોઈ કામમાં જરાય ન કરે ઉતાવળ, ખુબ રહેવું પડશે સતર્ક 

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામકાજ પર ધ્યાન આપો. ડીલમાં સારી સફળતા મળશે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. નાણાકીય મામલામાં દિવસ પસાર થઈ શકે છે. 

વૃષભ. કોઈ નકારાત્મક મામલામાં ફસાયા તો મહત્વપૂર્ણ તક ગુમાવશો. આજે કોઈ નિર્ણય ન લો, કોઈ તારણ ન કાઢો. સાવધાનીવાળો દિવસ છે. સમજી વિચારીને બોલો બીજાની વાત પણ સાંભળો. આજે ગુસ્સો આવશે અને ઉગ્ર થશો.

મિથુન. નવા કામ કે બિઝનેસ ડીલ થશે. કોઈ નવી ઓફર મળશે. વિચારેલા કામો શરૂ કરી દો. કામ જલદી પૂરા થશે. રોજબરોજના કામમાં અડચણ નહીં આવે. મહત્વપૂર્ણ કામ માટે સારો દિવસ છે. સમસ્યાઓનો જલદી ઉકેલ આવશે. 

કર્ક. લવલાઈફમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ મામલે બેદરકારી ન રાખો. જોબ કે બિઝનેસમાં ઉતાવળ ન કરો. વિચારેલા કામો પૂરા થવામાં સમય જશે. કોઈ કામમાં મહેનત વધુ કરવી પડશે. 

સિંહ. વિચારેલા કામો પૂરા થઈ શકશે નહીં. અનેક પ્રકારના વિચારોમાં અટવાશો. પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ કે રોકાણના મામલે વિચારીને આગળ વધો. કડવી વાતો ન ઉચ્ચારો.  કોઈ પ્લાનિંગ ન કરો. જૂના કામ પતાવો.

કન્યા. બિઝનેસમાં નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે. લવલાઈફ માટે સારો દિવસ છે. અચાનક કોઈ કામની રીત ધ્યાનમાં આવશે. કામ પર ધ્યાન આપો. અધૂરા કામ પૂરા થશે. ધૈર્ય રાખો. મન પ્રસન્ન રહેશે. 

તુલા. દિવસ સારો છે. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરી શકો છો. અચાનક કેટલીક સારી તકો મળશે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. અચાનક મનમાં કોઈ ફેરફાર આવશે જે ફાયદો કરાવશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળશે. 

વૃશ્ચિક. નોકરી અને બિઝનેસમાં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યુઝન વધશે. ફાલતુ ખર્ચા થવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. અનિચ્છાએ બે મોઢાની વાત કરવી પડી શકે છે. 

ધનુ. આર્થિક મામલે ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખમય બનશે. સમાધાન અને વિનમ્રતાથી મામલાને ઉકેલશો. રૂટિન કામોથી ધનલાભ થશે. કરજ લેવાનું મન થશે. મોટી પરેશાનીઓ ખતમ થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. 

મકર. આજે સાવધાની રાખજો. કેટલાક લોકો સ્વાર્થના કારણે તમારા માટે મુશ્કેલી ઉભી કરશે. મનમાં ઉથલપાથલ થશે. જૂની વાતોમાં અટવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું હાથોહાથ સમાધાન નહીં થાય. કામકાજ અધૂરા રહેશે. નવી ડીલ ન કરો. 

કુંભ. ઓફિસમાં પોતાના પર નિયંત્રણ રાખો. પદલાભનો યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ ખતમ થશે. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. યોગ્યતા અને અનુભવથી  કામ કરવું પડશે. સમસ્યાઓને પહોંચી વળશો. 

મીન. બિઝનેસમાં કઈક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલે છે તેના કારણે કામમાં મન નહીં લાગે. નોકરી ધંધામાં ઉતાવળ ન કરો. જોખમથી બચો. કરેલા કામોનું પરિણામ ન મળે તો પરેશાન ન થાઓ.