રાશિફળ 8 ઓક્ટોબર: આ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિનો યોગ, ઘરમાં પૈસા બચે તે માટે કરો આ કામ

કબાટમાંથી પૈસા મૂકતી અને કાઢતી વખતે આ મંત્ર જાપ કરવો, ચંદનનો નાનો ટૂકડો પણ મૂકી રાખવો

રાશિફળ 8 ઓક્ટોબર: આ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિનો યોગ, ઘરમાં પૈસા બચે તે માટે કરો આ કામ
  1. પ્રશ્ન  ઘરમાં પૈસા બચે, પૈસા પગ ન કરી જાય તે માટે શું કરવું ?
  2. કબાટમાંથી પૈસા મૂકતી અને કાઢતી વખતે આ મંત્ર જાપ કરવો
  3. ઓમ નમઃ કમલાવાસિન્યૈ સ્વાહા
  4. કબાટમાં એક અત્તરની શીશી મૂકી રાખવી
  5. ચંદનનો નાનો ટૂકડો પણ મૂકી રાખવો
  6. ગુસ્સો કરતા કરતા કબાટ ક્યારેય ન ખોલીએ.
  7. દર ગુરૂવારે કબાટ ઉપર પીળા પુષ્પ અચૂક મૂકવા

 

તારીખ

8 ઓક્ટોબર 2018, સોમવાર

માસ

ભાદરવા વદ અમાસ

નક્ષત્ર

ઉત્તરાફાલ્ગુની

યોગ

બ્રહ્મા

ચંદ્ર રાશી

કન્યા (પ,ઠ,ણ)

 

  1. સર્વપિતૃ શ્રાદ્ધ છે.
  2. સોમવતી અમાસ 11.34 સુધી
  3. સોમવતી અમાસ છે માટે શિવઉપાસના અવશ્ય કરજો
  4. ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરજો
  5. નમસ્તે શંકરાય આ મંત્ર પણ અતિ પવિત્ર છે.
  6. શિવજીને ચંદનની અર્ચા અવશ્ય કરવી.

 

મેષ (અલઈ)

  1. અંતરમન પ્રફુલ્લિત રહે
  2. ધનપ્રાપ્તિના યોગ પણ છે
  3. નોકરી કરતા જાતકોને બઢતીના યોગ
  4. કાર્યમાં મન પરોવાય

વૃષભ (બવઉ)

  1. પ્રવાસની શક્યતા છે
  2. પરદેશ જવા ઇચ્છુક જાતકોએ સક્રિય થવું
  3. વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
  4. માતા દ્વારા કાર્યસિદ્ધિ થઈ શકે છે

મિથુન (કછઘ)

  1. યુવા મિત્રોના પ્રેમ સંબંધ પાંગરે
  2. સર્જનશક્તિ ખીલી જાય
  3. કલાક્ષેત્રે સંકળાયેલાને લાભ
  4. સંધ્યા સમયે સ્થિરતા વધુ જળવાય

કર્ક (ડહ)

  1. ધન સ્થાન પ્રબળ બન્યું છે
  2. ઘરેણાની ખરીદી અંગે વિચારો આવે
  3. ઘરમાં સગવડમાં ઉમેરો થાય
  4. શરીરમાં સ્ફૂર્તિ જણાય

સિંહ (મટ)

  1. મનમાં આનંદ છવાઈ જાય
  2. સ્થાવર જંગમ મિલકત અંગે ચર્ચા થાય
  3. પ્રગતિનો પાયો નંખાય
  4. રાજનીતિ ક્ષેત્રના જાતકોને પદોન્નતિ

કન્યા (પઠણ)

  1. આરોગ્યની જાળવણી કરવી
  2. નેત્રપીડા થઈ શકે છે
  3. સંધ્યા સમયે નોકરીમાં જાળવવું
  4. કાર્યફળમાં વિલંબ થાય

તુલા (રત)

  1. જમીન-મકાન ક્ષેત્રે પ્રગતિ થાય
  2. નવું મકાન લેવા ઇચ્છતા જાતકોએ સક્રિય થવું
  3. સંબંધોમાં નરમાઈ આવે
  4. પિતા સાથે ખટરાગ ન થાય તે જોવું

વૃશ્ચિક (નય)

  1. કાર્યમાં અન્યોનો સહકાર મળે
  2. ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલાને લાભ
  3. ધનવ્યય થઈ શકે છે
  4. પણ, શુભકાર્યમાં ખર્ચ થાય

ધન (ભધફઢ)

  1. નોકરીમાં બદલીના યોગ રચાયા છે
  2. ભાષા ઉપર કાબૂ રાખવો
  3. નાનાભાઈ બહેનના સંબંધોમાં નરમાશ આવે
  4. ભાગ્યનો સહકાર મળશે

મકર (ખજ)

  1. જીવનસાથી સાથે સંયમથી વર્તવું
  2. ભાષા ઉપર સંયમ રાખવો
  3. પણ ધનસ્થાન પ્રબળ બન્યું છે
  4. સાંજે જીવનસાથીનો ગુસ્સો સહન ન કરવો પડે

કુંભ (ગશષસ)

  1. ઘરમાં મિત્રોનું આગમન થાય
  2. ઘર સજાવવાના વિચારો આવે
  3. વૈભવી પ્રવાસના આયોજન વિચારો
  4. સાંજે ધનપ્રાપ્તિ પણ થઈ શકે

મીન (દચઝથ)

  1. નાનીનાની મુશ્કેલી પીછો નથી છોડતી
  2. પોતાના પારકા ન થાય તે જોવું
  3. હાડકાનો દુખાવો ન થાય તે માટે સાવધાન
  4. ગૃહકાર્યમાં વ્યસ્ત રહેવાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news