સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈક અરોરા (Malaika Arora) પોતાના રિલેશનશિપને લઈને સમાચારમાં રહે છે. બંને ખુલ્લમખુલ્લા થઈને પોતાની રિલેશનશિપને સ્વીકાર કરી ચૂક્યા છે અને પોતાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેની વચ્ચે પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહ (Glamour And Style Awards

Updated By: Dec 6, 2019, 11:38 AM IST
સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

અમદાવાદ :અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈક અરોરા (Malaika Arora) પોતાના રિલેશનશિપને લઈને સમાચારમાં રહે છે. બંને ખુલ્લમખુલ્લા થઈને પોતાની રિલેશનશિપને સ્વીકાર કરી ચૂક્યા છે અને પોતાની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. બંનેની વચ્ચે પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહ (Glamour And Style Awards
 ) માં પણ જોવા મળી છે.

10 દિવસમાં દિશાને ન્યાય મળ્યો, ત્યારે ગુજરાતની મહિલાઓ બોલી-ગુજરાત પોલીસ પણ બંદૂક ઉઠાવે

હકીકતમાં, ફિલ્મફેર ગ્વેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ સમારોહમાં મલાઈકાને દીવા ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો. મલાઈકા જ્યારે આ એવોર્ડ લેવા પહોંચી તો શોની હોસ્ટ સૌફી ચૌધરીએ મજાકમાં કહ્યું કે, તમે કઈ બાબત વધુ સ્પર્શે છે. મલાઈકાએ જેમ સ્ટેજ પર પાછળ વળીને જોયું તો પાછળ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની તસવીરો હતી. અર્જુનની તસવીરો જોઈને મલાઈકા શરમાઈ ગઈ હતી. તેના બાદ મલાઈકાએ કહ્યું કે, તે તો મારા કરતા મોટા સ્ટાર છે. 

નફ્ફટ નિત્યાનંદનું નવુ નાટક, પોતાને પીડિત બતાવી યુએનના દરવાજા ખખડાવ્યા

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન જલ્દી જ લગ્ન કરવાના છે તેવુ જાણવા મળ્યું છે. હાલમાં જ અર્જુને મલાઈકાની સાથે લગ્નના સવાલ પર કહ્યું હતું કે, હું જ્યારે લગ્ન કરીશ તો મીડિયાને જરૂરથી જણાવીશ. મારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. પરંતુ હું જલ્દી લગ્ન કરવા માંગતો નથી. અર્જુને એમ પણ કહ્યું કે, હું પહેલો અને અંતિમ એક્ટર નથી, જેની જિંદગી વિશે લોકો જાણવા માંગે છે. સ્ટારડમની કિંમત ચૂકવવી પડે છે. જો કોઈને આ બધુ પસંદ નથી તો તે ખોટા પ્રોફેશનમાં છે. તો બીજી તરફ, મલાઈકાએ પણ પોતાના ડ્રીમ વેડિંગને લઈને ખુલાસો કર્યો હતો. મલાઈકાએ કહ્યું હતું કે, તે વ્હાઈટ બીચ વેડિંગ કરશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂરની ફિલ્મ ‘પાનીપત’ જલ્દી જ રિલીઝ થવાની છે. કાર્તિક આર્યનની ‘પતિ-પત્ની ઔર વો’ સાથે તેની ફિલ્મની જોરદાર ટક્કર થવાની છે. તો મલાઈકા મોડેલિંગ અને ફિટનેસ સાથે જોડાયેલા શોમાં વ્યસ્ત હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube