ઇન્ડીયન મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ, બાટલા હાઉસ એન્કાઉંટર પછી હતો ફરાર

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઇન્ડીયન મુજાહિદ્દીનના આ સંદિગ્ધ આતંકવાદીને ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે. તેનું નામ જુનૈદ ઉપરાંત આરિજ પણ હોવાનું કહેવામાં આવે છે.

ઇન્ડીયન મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ, બાટલા હાઉસ એન્કાઉંટર પછી હતો ફરાર

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ઇન્ડીયન મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદ આતંકવાદી જુનૈદની ધરપકડ કરી લેવામાં આવી છે. જુનૈદ 2008થી બાટલા હાઉસ એન્કાઉંટર બાદ ફરાર હતો. પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઇન્ડીયન મુજાહિદ્દીનના આ સંદિગ્ધ આતંકવાદીને ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે. તેનું નામ જુનૈદ ઉપરાંત આરિજ પણ હોવાનું કહેવામાં આવે છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અરિજ ખાનને દિલ્હી પોલીસના ખાસ સેલે ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે જુનૈદ ઉર્દે આરિજ યૂપીના આઝમગઢનો રહેવાસી છે. એનઆઇએની ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે.

— ANI (@ANI) February 14, 2018

પોલીસને મળતી માહિતી અનુસાર પકડાયેલ આતંકવાદી આરિજ ઉર્ફે જુનૈદ દિલ્હી, અમદાવાદ, યૂપી અને જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો. તેના માથા પર NIA દ્વારા 10 લાખ રૂપિયાનું ઇનામ હતું અને આ પ્રકારે દિલ્હી પોલીસે તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

 

બાટલા હાઉસ એન્કાઉંટર બાદ ફરાર હતો આતંકવાદી
તમને જણાવી દઇએ કે 19 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના જામિયા નગર સ્થિત બાટલા હાઉસમાં થયેલી મુઠભેડમાં ચાર અન્ય લોકોની સાથે જુનૈદ પણ હાજર હતો. મુઠભેડ દરમિયાન તે ત્યાંથી ભાગી નિકળ્યો હઓત. જો કે આ ઘટનામાં ઇન્ડીયન મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠાર માર્યા ગયા હતા અને ઘણાની ધરપકડ કરવામાં આવી હતી. અભિયાન દરમિયાન પોલીસ કાર્યવાહીનું નેતૃત્વ કરી રહેલા એન્કાઉંટર સ્પેશિયાલિસ્ટ અને નિરીક્ષક મોહન ચંદ શર્મા શહીદ થયા હતા. 

બાટલા હાઉસ મામલે IM ના આતંકવાદીને ઉંમર કેદ
બાટલા હાઉસમાં નિચલી કોર્ટે વર્ષ 2013માં ઇન્ડીયન મુજાહિદ્દીન (આઇએમ)ના આતંકવાદી શહજાદ અહમદને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. નિચલી કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ તેની અરજી ઉચ્ચ કોર્ટમાં પેન્ડીંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news