Moose wala Murder: સિંગર મૂસેવાલાની હત્યા પાછળ ISI નો હાથ? ખાલિસ્તાની આતંકી કનેક્શન પણ સામે આવ્યું

ISI involvement in Moosewala Murder Case: જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

Moose wala Murder: સિંગર મૂસેવાલાની હત્યા પાછળ ISI નો હાથ? ખાલિસ્તાની આતંકી કનેક્શન પણ સામે આવ્યું

ISI involvement in Moosewala Murder Case: જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યાકાંડમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે દિલ્હી પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૂસેવાલાની હત્યા પાછળ ISI નો હાથ છે. આ હત્યાકાંડમાં ખાલિસ્તાની આતંકીઓના તાર પણ જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૂસેવાલા મર્ડર કેસના તાર ISI સાથે જોડાયેલા છે. તેમાં ખાલિસ્તાની આતંકીઓનો પણ હાથ છે. કારણ કે ખાલિસ્તાની આતંકી હરવિન્દર સિંહ રિંદાને ISI નો ટેકો છે. બીજી બાજુ દિલ્હી પોલીસનું કહેવું છે કે તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે. લોરેન્સ ખાલિસ્તાની આતંકી રિંદા માટે કામ કરે છે. મર્ડરને અંજામ આપવામાં સામેલ ગોલ્ડી બરાર બિશ્નોઈનો માણસ છે. 

બઠિંડામાં 2 લોકો પકડાયા
આ હત્યાકાંડમાં પોલીસે બઠિંડાથી કેશવ અને ચેતન નામના બે લોકોની અટકાયત કરી છે. કેશવ પર શૂટરોને અમૃતસરથી હથિયારો લાવી આપવાનો આરોપ છે જ્યારે ચેતન પર એવો આરોપ છે કે તે પંજાબી સિંગરની હત્યા મામલે સંદીપ કેકડા સાથે ત્યાં હાજર હતો. આ હત્યાકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરી લીધી છે. મોહાલીમાં રેડ પણ પાડી. 

Moose wala Murder: मूसेवाला मर्डर केस में ISI का हाथ! खालिस्तानी आतंकियों से भी जुड़े तार

સૌરભ પુણેથી પકડાયો
મુસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે સૌરભ ઉર્ફે  મહાકાલની પુણેથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે સૌરભ ઉર્ફે મહાકાલ શૂટરનો સહયોગી છે. મર્ડરને સમજી વિચારીને ઘડાયેલા ષડયંત્ર હેઠળ અંજામ અપાયું હતું. તેની તૈયારી ઘણા દિવસથી ચાલતી હતી. પોલીસે સૌરભ વિશે કહ્યું હતું કે તે મૂસેવાલાની હત્યામાં સામેલ નહતો પરંતુ મર્ડરમાં સામેલ શૂટરનો નીકટનો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news