Covid 19 Cases Update: દિલ્હીમાં 1534 નવા કેસ નોંધાયા, જાણો મહારાષ્ટ્ર-ગુજરાતની સ્થિતિ

મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ 19ના 3,883 નવા કેસ સામે આવ્યા, જેમાંથી 2054 સંક્રમિત રાજધાની મુંબઇના છે. તો બીજી તરફ 24 કલાક દરમિયાન બે સંક્રમિતોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલાં કોવિડ 19 ના 4,165 નવા કેસ આવ્યા હતા અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થયા હતા.

Covid 19 Cases Update: દિલ્હીમાં 1534 નવા કેસ નોંધાયા, જાણો મહારાષ્ટ્ર-ગુજરાતની સ્થિતિ

Covid Cases Update Delhi-Maharashtra-Gujarat: મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ 19ના 3,883 નવા કેસ સામે આવ્યા, જેમાંથી 2054 સંક્રમિત રાજધાની મુંબઇના છે. તો બીજી તરફ 24 કલાક દરમિયાન બે સંક્રમિતોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલાં કોવિડ 19 ના 4,165 નવા કેસ આવ્યા હતા અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સંક્રમણના આવેલા કુલ કેસની સંખ્યા 79,31,745 થઇ ગયા છે. જેમાં 1,47,885 દર્દીઓના મોત થયા છે. તેમણે જણાવ્યું કે 24 કલાક દરમિયાન રાજ્યમાં સંક્રમણથી ડઝનો મોત મુંબઇમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોવિડ 19થી અત્યારે મૃત્યું દર 1.86 ટકા, જ્યારે સાજા થવાનો દર 97.85 ટકા છે. 

તો બીજી તરફ દિલ્હીમાં 7.71 ટકા સંક્રમણ દરની સાથે કોવિડ 19 ના 1,534 નવા કેસ સામે આવ્યા છે. તે દરમિયાન વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હવે કોરોનાના એક્ટિવ કેસ 5 હજારને પાર પહોંચી ગયા છે. રાજધાનીમાં કોરોના સંક્રમણ દર ઘટીને 7.71 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 19889 ટેસ્ટ કરવામાં આવ્યા અને 1255 દર્દી સાજા થયા. રાજધાનીમાં અત્યારે 5119 એક્ટિવ દર્દી છે.  

તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના આજે નવા 234 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 159 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,192 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,865 રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1261 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1255 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,192 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news