માત્ર 4 કલાકમાં પહોંચ જશો દિલ્હીથી અમૃતસર, જાણો આ નવા હાઇવે શાનદાર વાતો
આ એક્સપ્રેસવે (Expressway) બનાવવાથી અમૃતસરથી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Delhi IGI) સુધીની યાત્રાનો સમય ઘટીને ચાર કલાક રહી જશે. અત્યારે તેમાં આઠ કલાક લાગે છે.
Trending Photos
નવી દિલ્હી: અત્યાર સુધી તમે 4 કલાકમાં ફક્ત દિલ્હીથી ચંદીગઢ સુધી સફર કરી શકો છો. પરંતુ જો તમે કહો કે માત્ર આટલા જ કલાકમાં તમે દિલ્હીથી અમૃતસર જઇ શકો છો તો શું તમે વિશ્વાસ કરશો? લાંબા રસ્તાને જોતાં તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ આ વાત હવે સાચી સાબિત થવાની છે. જી હાં, હવે તમે માત્ર 4 કલાકમાં જ દિલ્હીથી અમૃતસરનો રસ્તો કાપી શકશો.
સિગ્નલ ફ્રી રહેશે નવો હાઇવે
કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ દિલ્હી-અમૃતસર એક્સપ્રેવે (Delhi-Amritsar Expressway) હેઠળ અમૃતસર સુધી નવા સંપર્ક માર્ગની જાહેરાત કરી છે. આ માર્ગ નાકોદર થી થઇને સુલ્તાનપુર લોધી, ગોઇંડવાલ સાહિબ, ખદૂર સાહિબ થઇને પસાર થશે. તેથી પંજાબના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પુરી થઇ શકશે. અમૃતસરથી ગુરદાસપુર માર્ગનો પણ પૂર્ણ વિકાસ કરવામાં આવશે અને તેને 'સિગ્નલ ફ્રી' કરવામાં આવશે.
25,000 કરોડ રૂપિયાના ખર્ચે બનશે પ્રોજેક્ટ
આ એક્સપ્રેસવે (Expressway) બનાવવાથી અમૃતસરથી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Delhi IGI) સુધીની યાત્રાનો સમય ઘટીને ચાર કલાક રહી જશે. અત્યારે તેમાં આઠ કલાક લાગે છે. અમારી સહયોગી zeebiz.comના અનુસાર પહેલા તબક્કાના એક્સપ્રેસ વે નિર્માણ પર 25,000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે (Delhi-Amritsar-Katra Expressway)ના ભાગના રૂપમાં અમૃતસર સુધી એક નવો માર્ગ બનાવવામાં આવશે. આ માર્ગ નાકોદરથી થઇને સુલ્તાનપુર લોધી, ગોઇંડવાલ સાહિબ, ખદૂર સાહિબ થઇને પસાર થશે. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત એક્સપ્રેસ-વે પાંચ ગુરૂઓ સાથે જોડાયેલા શહેરોને જોડશે.
આ નવો માર્ગ ફક્ત અમૃતસર (Amritsar) સુધી નાના રસ્તાઓ જ ઉપલબ્ધ નહી કરાવે, પરંતુ અન્ય ધાર્મિક સ્થળો સુલ્તાનપુર લોધી, ગોઇંડવાલ સાહિબ, ખદૂર સાહિબ ઉપરાંત હાલમાં વિકસિત ડેરા બાબા નાનક-કરતારપુર સાહિબ આંતરાષ્ટ્રીય ગલીઓને પણ સંપર્ક ઉપલબ્ધ કરાવશે. તે ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Project) હેઠળ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો વિકાસ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે