ટ્રકોની પાછળ કેમ લખેલું હોય છે 'Horn OK Please', કારણ જાણીને દંગ રહી જશો, કહેશો...જબરૂ કહેવાય

ટ્રકોની પાછળ 'Horn OK Please' લખેલું જોયું હશે પરંતુ મોટાભાગના લોકોને આવું શા કારણે લખવામાં આવે છે તે ખબર હોતી નથી. આવું લખવા પાછળ ખાસ કારણ હોય છે તે જાણો. 

ટ્રકોની પાછળ કેમ લખેલું હોય છે 'Horn OK Please', કારણ જાણીને દંગ રહી જશો, કહેશો...જબરૂ કહેવાય

જ્યારે આપણે રસ્તા પર નીકળીએ છીએ ત્યારે આપણે જાત જાતની ગાડીઓ જોતા હોઈએ છીએ. અનેક ગાડીની પાછળ તમને કઈક લખેલું પણ જોવા મળતું હશે. ક્યાંક શાયરી તો ક્યાંક ફોટા લગાવેલા હોય છે. પરંતુ ટ્રકોની વાત કરીએ તો ટ્રેકોમાં મોટાભાગે તમે એક ચીજ તો જરૂર ધ્યાનમાં લીધી હશે કે મોટાભાગની ટ્રકોની પાછળ ‘Horn OK Please’ લખવામાં આવતું હોય છે. તમને તેનું કારણ ખબર છે? જો ના...તો ચાલો અમે તમને જણાવીએ. 

આ હોય છે કારણ
ટ્રકોની પાછળ ‘Horn OK Please’ લખવાનું પણ એક કારણ છે. ટ્રકની પાછળનું વાહન આગળ જતા પહેલા હોર્ન વગાડે છે. જ્યારે ટ્રકવાળાને એમ લાગે છે કે તે ઓવરટેક કરી શકે છે અને આગળથી કોઈ બીજુ વાહન નખી આવતું ત્યારે તે ઓકે કરીને ઈન્ડિકેટર આપી દે છે. ત્યારબાદ જ પાછળના વાહનવાળો સરળતાથી આગળ જઈ શકે છે. આ પ્રકારે હોર્ન ઓકે પ્લીઝનો મેસેજ એક્સિડન્ટ થતા રોકી શકે છે. પહેલા રસ્તા સાંકડા હતા એટલે આવામાં ટ્રક ડ્રાઈવર રસ્તો ક્લિયર હોય તો OK પર લાગેલી એક લાઈટ ચાલુ કરતો. જેનાથી પાછળવાળાને ઓવરટેક કરવાનો સંકેત મળી જતો. એટલે કે બધું બરાબર છે એમ...

OK સાથે જોડાયેલું છે રસપ્રદ તથ્ય
એટલું જ નહીં ઓકેને દ્વિતિય વિશ્વયુદ્ધ સાથે પણ જોડવામાં આવે છે. હકીકતમાં એ સમયે ડીઝલની ખુબ તંગી સર્જાઈ હતી. આવામાં ટ્રકોમાં કેરોસિન ભરેલા કન્ટેઈનર રાખવામાં આવતા હતા. કેરોસિન ખુબ જ જ્વલનશીલ હોય છે. આથી આવામાં કોઈ દુર્ઘટના ન થાય અને આગ ન લાગે એટલે યોગ્ય અંતર જાળવવા માટે ‘On Kerosene’ લખવામાં આવતું હતું. ત્યારે Ok લખાવા લાગ્યું. જો કે  હવે રસ્તાઓ પહોળા હોવાના કારણે આ સ્લોગન પણ લખવાનું જો કે ઘટવા લાગ્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news