મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટી હલચલ, પૂર્વ સીએમ કમલનાથે વિપક્ષ નેતાના પદેથી આપ્યું રાજીનામુ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે વિધાનસભામાં નેતા વિપક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. 

મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટી હલચલ, પૂર્વ સીએમ કમલનાથે વિપક્ષ નેતાના પદેથી આપ્યું રાજીનામુ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. પાર્ટી હાઈકમાને મોટો નિર્ણય લેતા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની જગ્યાએ પોતાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય ડો. ગોવિંદ સિંહને મધ્ય પ્રદેશ વિધાનસભામાં નેતા વિપક્ષ બનાવી દીધા છે. કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેશે. 

કમલનાથ પર લાંબા સમયથી બેમાંથી એક પદ છોડવા પર દબાવ હતો અને મધ્યપ્રદેશમાં એક વ્યક્તિ એક પદની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી. ડો. ગોવિંદ સિંહને આ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. તે દિગ્વિજય સિંહના સમર્થક છે જ્યારે કમલનાથ જૂથના સજ્જન વર્મા અને બાલા બચ્ચન આ પદ માટે દાવેદારી કરી રહ્યા હતા. 

સૂત્રોનું કહેવું છે કે ડો. સિંહની તાજપોશીનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખુદ લીધો છે. આજે એઆઈસીસીઆઈએ સીધો ભોપાલ પત્ર મોકલીને ડો. ગોવિંદ સિંહને નેતા વિપક્ષ બનાવવાની જાહેરાત કરી. ડો. સિંહ મધ્ય પ્રદેશ વિધાનસભામાં સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે. 

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરૂવારે કમલનાથને લખેલા પત્રમાં કહ્યું- કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ ધારાસભ્ય દળ મધ્ય પ્રદેશના નેતાના પદથી તમારૂ રાજીનામું તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધુ છે. 

1990માં તે પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ત્યારથી અપરાજીત છે. તેમને સૌથી મુખર ધારાસભ્ય માનવામાં આવે છે. તેમને અનેકવાર વિધાનસભામાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળી ચુક્યો છે. તે દિગ્વિજય સિંહ અને કમલનાથ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં 2023માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news