40 દિવસોમાં આ ફૂડ ટ્રક દેશના છ શહેરોમાં ફરશે, સૈફ અલી ખાને આપી લીલીઝંડી

આ ફૂડ ટ્રકને સૈફ અલી ખાને મુંબઇથી લીલી ઝંડી આપી હતી. અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક 40 દિવસોમાં 6761 કિમીનું અંતર કાપશે.

40 દિવસોમાં આ ફૂડ ટ્રક દેશના છ શહેરોમાં ફરશે, સૈફ અલી ખાને આપી લીલીઝંડી

મુંબઇ: મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કે ભારતમાં સૌપ્રથમ મોબાઇલ ફૂડ ટ્રક એવી મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી છે. મુંબઇથી પોતાની યાત્રાનો પ્રારંભ કરીને મેરિયોટ્ટ ફૂડ ટ્રક ભારતમાં છ શહેરોમાં મુસાફરી કરશે અને પોતાના ગ્રાહકોને જે શહેરમાં રહેલી મેરિયોટ્ટ પ્રોપર્ટીઝમાંથી સિગ્નેચર ડીશ અને સ્થાનિક લોકપ્રિય વાનગીઓ પીરસશે. આ ફૂડ ટ્રકને મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કના એશિયા પેસિફિકના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ક્રેઇગ સ્મિથ, મેરિયોટ્ટ ઇન્ટરનેશનલના સાઉથ એશિયાના એરિયા વાઇસ પ્રેસિડન્ટ નીરજ ગોવિલ દ્વારા અભિનેતા અને નિર્માતા સૈફ અલી ખાન સાથે મુંબઇથી લીલી ઝંડી આપવામાં આવી હતી. 

અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક 40 દિવસોમાં 6761 કિમીનું અંતર કાપશે. આ પહેલ દ્વારા મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક તેની સિલેક્ટ સર્વ બ્રાન્ડઝ જેમ કે કંટ્રીયાર્ડ બાય મેરિયોટ્ટ, ફેરફિલ્ડ બાય મેરિયોટ્ટ, ફોર પોઇન્ટ બાય શેરાટોન અને એલોફ્ટ હોટેલ્સની એફએન્ડબી શક્તિનું પ્રદર્શન કરવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે. 

પ્રત્યેક શહેરમાં બે દિવસ વિતાવતા, મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ કેટલાક લોકપ્રિય સ્થળો જેમ કે ફૂડ ટ્રક પાર્ક અમદાવાદ, લખનૌમાં સહારા માર્કેટ પ્લાઝા અ કોચીમાં ઇન્ફો પાર્કમાં રોકાશે. શહેરમાં આગમન સમયે મેરિયોટ્ટ પ્રોપર્ટીના એક્ઝિક્યુટીવ શેફ ઓન બાર્ડ હાજર રહેશે, અને ખાસ ફૂડ ટ્રક માટે તૈયાર કરાયેલ લિમીટેડ ટાઇમ મેનૂ પીરસશે. ઓન બોર્ડ પીરસવામાં આવનાર કેટલાક મેનૂમાં થોડા નામ લઇએ તો મટન ટીક્કા ક્વેસા દિલ્લાસનો સમાવેશ કરાશે જે અમૃતસરમાં, મદુરાઇમાં કરાઇકૂડી ચીકન વિન્ગ્સ અને પૂણેમાં કોશા મેન્ગશોકાથી રોલ ઉપલબ્ધ કરાશે.

મેરિયોટ્ટ ઓન વ્હીલ્સના લોન્ચ પ્રસંગે ટિપ્પણી કરતી મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કના સાઉથ એશિયાના એરિયા વાઇસ પ્રેસિડન્ટ નીરજ ગોવિલે જણાવ્યું હતું કે, “મેરિયોટ્ટની દેશમાં સૌપ્રથમ વખત ફૂડ ટ્રકને લોન્ચ કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. વર્ષો વીતતા મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કે એફએન્ડબી ક્ષેત્રે પોતાના પ્રભુત્વમાં શેફની મદદથી વધારો કર્યો છે જેઓ બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે. ચાલુ વર્ષે મેરિયોટ્ટ રાંધણ પ્રક્રિયા પરના ફોકસ સાથે, મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ વધુ એક પ્રયત્ન છે જે એફએન્ડબી ઉદ્યોગમાં અમારી શક્તિ અને અગ્રણીયતાનું પ્રદર્શન કરે છે.”

પર્યાવરણની અસરમાં ઘટાડો કરવાના મેરિયોટ્ટ ઇન્ટરનેશનલની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કરકસરપૂર્ણ આઇટમ્સ જેમ કે બેગાસે અને ગ્લાસ વોટર બોટલ્સના બનેલા કન્ટેનર્સનો ઓન બોર્ડ મેરિયોટ્ટ ઓન વ્હીલ્સમાં ઉપયોગ કરાશે. આ ફક્ત મુંબઇમાં જ નહી પરંતુ દરેક છ શહેરોમાં લાગુ પડાશે જ્યાં ફૂડ ટ્રકની હાજરી રહેશે. જે અનુભવોની માગ કરાઇ છે તેમાં વધુને વધુ ટકાઉ પ્રયાસો કરતા અને વધુને વધુ મહેમાનો સકારાત્મક અસરનું સર્જન કરવાની ઇચ્છા ધરાવે છે ત્યારે મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ પોતાના દરેક પ્રયત્નો દ્વારા ટકાઉ પર્યાવરણને જાળવા માટે પ્રતિબદ્ધ છે. 

મેરિયોટ્ટ ઓન વ્હીલ્સનો સમયગાળો

તારીખ શહેર સ્થળ
07–08 એપ્રિલ 2019 અમદાવાદ અમદાવાદ ફૂડ ટ્રક પાર્ક |મોન્ડલ હાઇટ્સ
13 – 14 એપ્રિલ 2019 અમૃતસર રણજીત એવન્યુ C બ્લોક | કબીર પરીખ માર્કેટ
18 – 19 એપ્રિલ 2019 લખનૌ મેટ્રો એપાર્ટમેન્ટ | સહારા પ્લાઝા માર્કેટ
30 April – 01 મે 2019 મદુરાઇ એચસીએલ કોમ્પ્લેક્સ | કલાવાસાલ
05 – 06 મે 2019 કોચી લાલુ મોલ | ઇન્ફોપાર્ક
14 – 15 મે 2019 પૂણે ઇઓએન | મેરીપ્લેક્સ

મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ પોતાની યાત્રાનો 4 એપ્રિલ 2019ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેની પરના દરેક અપડેટ્સ માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર @MarriottonWheels પર ઉપલબ્ધ બનશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news