Driving License: ડ્રાઈવિંગ લાયસન્સ, RC, ફિટનેસ સર્ટિફિકેટ વિશે અત્યંત મહત્વના સમાચાર, સરકારે આપી આ રાહત
ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate) સહિત અન્ય મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી સરકારે એકવાર ફરીથી વધારી છે.
Trending Photos
નવી દિલ્હી Driving License Latest Update: ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate) સહિત અન્ય મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી સરકારે એકવાર ફરીથી વધારી છે. કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને આ તમામ ડોક્યૂમેન્ટ્સ હવે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ તમામ ડોક્યૂમેન્ટ્સની માન્યતા 30 જૂનના રોજ ખતમ થઈ રહી હતી. સરકારના આ પગલાથી કરોડો લોકોને રાહત મળશે.
30 સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે ડ્રાઈવિંગ લાયસન્સ, RC
રોડ અને પરિવહન મંત્રાલય તરફથી બહાર પડેલા આદેશ મુજબ આ ડોક્યૂમેન્ટ્સ કે જે 1 ફેબ્રુઆરી 2020 સુધીમાં એક્સપાયર થઈ ગયા હતા કે પછી 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં એક્સપાયર થવાના છે અને લોકડાઉન પ્રતિબંધોના કારણે રિન્યૂ નથી થઈ શક્યા તેમને હવે 30 સપ્ટેમ્બર 2021 સુધી કાયદેસર માન્ય ગણાશે. મંત્રાલય તરફથી તમામ સંભવિત વિભાગોને આ અંગે આદેશ આપવામાં આવ્યા છે. તેમને કહેવાયું છે કે તેનાથી નાગરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવી જોઈએ નહીં. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ તેને તત્કાળ પ્રભાવથી લાગૂ કરે જેથી કરીને ટ્રાન્સપોર્ટ્સ અને અન્ય સંસ્થાઓ જે આ કપરી પરિસ્થિતિમાં કામ કરી રહી છે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા કે હેરાનગતિનો સામનો ન કરવો પડે.
6 વાર પહેલા પણ વધી ચૂકી છે વેલિડિટી
અત્રે જણાવવાનું કે સરકારે કોરોના મહામારીને જોતા 6 વાર ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી, અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી વધારી હતી. અગાઉ આ તમામ ડોક્યૂમેન્ટ્સને 30 જૂન 2021 સુધી માન્ય કરાયા હતા. તે પહેલા 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2020ના રોજ પણ રોડ અને પરિવહન મંત્રાલય તરફથી એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે લોકડાઉનના પ્રતિબંધોના કારણે જરૂરી સામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન સુચારું હીતે ચાલતું રહે, તે માટે પેપર્સની વેલિડિટી વધારવામાં આવી છે. સરકારને એ વાત પર ધ્યાન ગયું ને જોયું કે નાગરિકોને મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્સના રિન્યૂઅલમાં મુશ્કેલી આવી રહી હતી તો સરકારે ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી વધારવાનો નિર્ણય લીધો.
યુપીના કેટલાક શહેરોમાં નવા લાયસન્સ બનવાના શરૂ થયા
હાલ યુપી સહિત કેટલાક રાજ્યોમાં ડ્રાઈવિંગ લાયસન્સ બનવાનું કામ શરૂ થયું છે. પરંતુ હજુ ફક્ત નવા લાયસન્સ બની રહ્યા છે. લાયસન્સ રિન્યૂઅલ, લર્નિંગ લાયસન્સને લઈને હજુ પણ લાંબી રાહ જોવી પડે તેમ છે. 30 જૂનના રોજ એક્સપાયર થઈ ચૂકેલા મોટર વ્હિકલ ડોક્યૂમેન્ટ્સની વેલિડિટી ખતમ થવાની હતી એટલે લોકોના મનમાં આશંકા હતી કે આગળ તેઓ પોતાની ગાડીઓના દસ્તાવેજ કેવી રીતે મેળવશે. સરકારનો આ નિર્ણય કરોડો લોકો માટે રાહતભર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે