ED Raid: રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘર પર EDનો દરોડો, ઓમપ્રકાશ હુડલાના ઘર પર પણ કાર્યવાહી

EDની આ કાર્યવાહીને પેપર લીક કૌભાંડ સાથે જોડવામાં આવી રહી છે. જયપુર, સીકર અને દૌસામાં EDની કાર્યવાહી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે EDની ટીમ લગભગ અડધો ડઝન સ્થળો પર સર્ચ કરી રહી છે.

ED Raid: રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘર પર EDનો દરોડો, ઓમપ્રકાશ હુડલાના ઘર પર પણ કાર્યવાહી

Rajasthan ED Raid: લોકસભા પહેલાંની સેમીફાયનલમાં પાર્ટીઓ શામ-દામ દંડ અને ભેદ જેવી તમામ કાર્યવાહીઓ કરી રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘર પર EDએ દરોડા પાડ્યા છે. દૌસામાં ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘર પર EDએ દરોડા પાડ્યા છે. દૌસામાં ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. EDની આ કાર્યવાહીને પેપર લીક કૌભાંડ સાથે જોડવામાં આવી રહી છે. જયપુર, સીકર અને દૌસામાં EDની કાર્યવાહી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે EDની ટીમ લગભગ અડધો ડઝન સ્થળો પર સર્ચ કરી રહી છે.

EDની આ કાર્યવાહીને હાલમાં રાજસ્થાનના પેપર લીક કૌભાંડ સાથે જોડવામાં આવી રહી છે. CRPFની સુરક્ષામાં EDના દરોડા ચાલુ છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર EDએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સૂત્રોનું માનીએ તો હુડલા કોંગ્રેસમાં જોડાયા ત્યારથી EDના રડાર પર હતા. બીજેપી સાંસદ કિરોડી લાલ પેપર લીકરનો મામલો સતત ઉઠાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news