ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણી : ચૂંટણીપંચ બપોરે 12 વાગ્યે કરશે તારીખની જાહેરાત
ત્રિપુરામાં લેફ્ટ, મેઘાલયમાં કોંગ્રેસ તેમજ નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટના વડપણવાળું ડેમોક્રેટિક ગઠબંધન સત્તામાં છે
- ચૂંટણીપંચ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં કરશે જાહેરાત
- ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય એવી સંભાવના
- માર્ચમાં પુરો થાય છે ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ
Trending Photos
નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે ત્રિપુરા, મેઘાલય તેમજ નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. પંચ બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વોત્તરમાં આવેલા ત્રણેય રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે. આ ત્રણેય રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય એવી સંભાવના છે. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં 60-60 સભ્યો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે 6, 13 અને 14 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.
હાલમાં ત્રિપુરામાં લેફ્ટ, મેઘાલયમાં કોંગ્રેસ તેમજ નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટના વડપણવાળું ડેમોક્રેટિક ગઠબંધન સત્તામાં છે. ડેમોક્રેટિક ગઠબંધન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સમર્થિત છે.
ચૂંટણી પંચની ટીમનું આયોજન
હાલમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર સુદીપ જૈનના નેતૃત્વમાં ચૂંટણી પંચની ચાર સભ્યોની ટીમે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનો પ્રવાસ કર્યો હતો. પંચે અહીં રાજકીય દળો સાથે બેઠક કરી હતી અને તેમને ચૂંટણી માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
મેઘાલયમાં મહિલા મતદારોનો દબદબો
મેઘાલયની મતદાતા લિસ્ટમાં નોંધાયેલી વિગતો પ્રમાણે મતદાતાઓના મામલે મહિલાઓ તેમજ પુરુષોને પાછળ છોડી દીધા છે. રાજ્યમાં 50.4 ટકા મહિલા મતદાતાઓ છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ. આર. ખારગોંકરે માહિતીત આપી છે કે મતદાતા લિસ્ટમાં 18,30,104 મતદાતાઓના નામ છે જેમાં 9,23,848 મહિલા છે. હાલમાં કાર્યરત વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્ય સરકારના સત્તાવાર રેકોર્ડ પ્રમાણે 32 લાખની વસતિ ધરાવતા મેઘાલયમાં સાક્ષરતા દર 74.4 ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે