શું તમને પણ મળ્યો છે આવો મેસેજ? નાગપુર સહિત દેશભરમાં લોકોને ઈમરજન્સી એલર્ટ ટેસ્ટ સંદેશ મળતા હડકંપ મચ્યો, જાણો શું છે મામલો

આજે સવારે નાગપુર સહિત દેશના કેટલાક ભાગોમાં મોબાઈલ યૂઝર્સને ઈમરન્સી એલર્ટના મેસેજ મળતા હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મેસેજ ટેસ્ટ અલર્ટ ટાઈપના હતા. આવા મેસેજના કારણે લોકોમાં ગભરાહટ અને અસમંજસ પેદા થઈ ગઈ. 

શું તમને પણ મળ્યો છે આવો મેસેજ? નાગપુર સહિત દેશભરમાં લોકોને ઈમરજન્સી એલર્ટ ટેસ્ટ સંદેશ મળતા હડકંપ મચ્યો, જાણો શું છે મામલો

આજે સવારે નાગપુર સહિત દેશના કેટલાક ભાગોમાં મોબાઈલ યૂઝર્સને ઈમરન્સી એલર્ટના મેસેજ મળતા હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મેસેજ ટેસ્ટ અલર્ટ ટાઈપના હતા. આવા મેસેજના કારણે લોકોમાં ગભરાહટ અને અસમંજસ પેદા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોબાઈલ યૂઝર્સને જે મેસેજ મળી રહ્યા હતા તે કઈક આ પ્રકારના હતા.. “Emergency Alert: Severe. This is a test alert from the Department of Telecommunication, Government of India. July 20, 2023,”. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયાના નામે વાયરલેસ મેસેજ દ્વારા આવતા આ પ્રકારના સંદેશાઓના કારણે મોબાઈલ યૂઝર્સમાં હડકંપ મચી ગયો. આવી એલર્ટ્સ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સમયે લોકોમાં અફરાતફરી ન મચે તે હેતુથી મોકલવામાં આવી હતી. 

અચાનક આવેલા આ પ્રકારના સંદેશાઓથી લોકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ. અનેક લોકો આવી સૂચનાઓના હેતુ અને મહત્વ વિશે આશ્ચર્યચકિત પણ હતા. જો કે વિભિન્ન સર્ચ એન્જિન પ્લેટફોર્મ પર સર્ચના માધ્યમથી, યૂઝર્સને ખબર પડી ગઈ કે આ એલર્ટ મુખ્યત્વે જનતાને ખરાબ હવામાનની સ્થિતિ વિશે માહિતગાર કરવા માટે મોકલવામાં આવતા હોય છે. 

અન્ય એક રિપોર્ટ મુજબ ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે દેશભરમાં 20 સ્થળો ને આજુબાજુના વિસ્તારોમાં ડ્રાઈવ ટેસ્ટ લીધા. અવાજ અને ડેટા સેવાઓ માટે સેલ્યુલર મોબાઈલ ટેલિફોન સેવા આપનારાઓ દ્વારા અપાયેલી નેટવર્ક ગુણવત્તાનું આકલન કરવા માટે ડ્રાઈવ પરિક્ષણ આયોજિત કરાયું હતું. અનેક મોબાઈલ યૂઝર્સે તો કન્ફ્યૂઝ થઈને આવા મેસેજ ડિલીટ પણ કરી નાખ્યા. એક મોબાઈલ યૂઝરે કહ્યું કે આમાં ગભરાવવાની કોઈ જરૂર નથી. કારણ કે આવા સંદેશા ગંભીર તોફાનો અને અન્ય કુદરતી આફતોના કારણે ઊભી થનારી ઈમરજન્સી સ્થિતિઓનું આકલન કરવા માટે એક પરીક્ષણ હોઈ શકે છે. જેના પરિણામ સ્વરૂપે એક એક વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં જીવન અને સંપત્તિનું સંભવિત નુકસાન થઈ શકતું હોય છે.  

અન્ય એક રિપોર્ટ મુજબ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરમાં 20 જેટલા સ્થળો અને તેની આજુબાજુની જગ્યાઓએ ડ્રાઈવ પરીક્ષણ કર્યા હતા. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ સેલ્યુલર મોબાઈલ ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર દ્વારા અપાતી વોઈસ અને ડેટા સર્વિસની નેટવર્ક ક્વોલિટી ચેક કરવા માટેનો હતો. રીજનમાં સેવા આપી રહેલા તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સના નેટવર્કનું The Key Performance Indicators (KPIs) ચેક કરવામાં આવ્યું હતું. જો કે શરૂઆતમાં એલર્ટે લોકોને સાવધાન કરી દીધા હશે પરંતુ એ સમજવું જરૂરી છે કે આવા ટેસ્ટ સરકાર દ્વારા થતી આફતની સમયની  તૈયારીઓ અને પ્રતિક્રિયા અંગેની રણનીતિનું એક અભિન્ન અંગે  છે. આવી મોક ઈમરજન્સી એલર્ટ્સ વાસ્તવિક સંકટ સમયે નાગરિકો સુધી મહત્વપૂર્ણ જાણકારીના પ્રભાવી પ્રસારને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ અભ્યાસ તરીકે કામ કરે છે. 

આવા ટેસ્ટ ડ્રાઈવ આયોજિત કરીને દૂરસંચાર વિભાગનું લક્ષ્ય એલર્ટ સિસ્ટમ, નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક રિસ્પોન્સ મિકેનિઝમની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનું છે. તે યૂઝર્સને ઈમરજન્સી એલર્ટની પ્રકૃતિ અને સ્વરૂપથી પરિચિત થવાની તક પણ પ્રદાન કરે છે. જેનાથી લોકોમાં આફત વિશે જાગૃતતા અને તૈયારીઓમાં વધારો થાય છે. એજન્સીઓએ વિભિન્ન ટેલિકોમ પ્રોવાઈડર્સના મિકેનિઝમ Common Alerting Protocol (CAP)ના ટેસ્ટિંગ માટે કેટલાક સિલેક્ટેડ મોબાઈલ યૂઝર્સને મેસેજ મોકલ્યા હતા. 

'સવારે 10.20 વાગે દેશભરમાં કેટલાક ઠેકાણે મોબાઈલ યૂઝર્સને ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવી. જો તમને પણ તમારા મોબાઈલ પર આ પ્રકારની એલર્ટ મળી હોય તો આ કોઈ ચિંતાનું કારણ નથી. હાલ કોઈ પણ મોટા ખતરાનો કોઈ રિપોર્ટ નથી અને આ માત્ર કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ દવારા કરાયેલું એક પરીક્ષણ હતું.' આવા સંદેશાઓ કથિત રીતે દૂરસંચાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા. સંદેશા સવારે લગભગ 10.20 વાગે મોબાઈલ ફોન પર આવ્યા. ત્યારબાદ સવારે 10.25 વાગે અને 10.31 વાગે એલર્ટ આવવા લાગી. આ સંદેશાની સામગ્રીથી સંકેત મળે છે કે તે ભારત સરકાર તરફથી ઈમરજન્સી ચેતવણી ટેસ્ટિંગ હતું. 

જો કે આ બાજુ નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવેલી વ્યાપક ચિંતા અને પ્રશ્નો છતાં દૂરસંચાર મંત્રાલય અને જિલ્લા/રાજ્ય અધિકારી બંને ચૂપ્પી સાંધીને બેઠા છે. આવા એલર્ટની ઉત્પતિ અને હેતુ સંબંધિત કોઈ પણ તત્કાળ પ્રતિક્રિયા કે સ્પષ્ટીકરણ તેમના તરફથી આવ્યા નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news