ઇન્ડિયન આર્મી લડાયક મોડમાં 4 દિવસાં 14 આતંકવાદી ઠાર મરાયા
Trending Photos
જમ્મુ કાશ્મીર : શોપિયા જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષા દળોએ બુધવારે 5 આતંકાવાદીઓએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓનાં છુપાયેલા હોવાનાં અહેવાલનાં રિપોર્ટ અંગે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશ ચાલુ કર્યું હતું. આ દરમિયાન આંતવકાદીઓએ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અગાઉ સોમવારે શોપિયાના પિંજોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રવિવારે શોપિયાનાં જ રેબન ગામમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
10 દિવસમાં 7 એન્કાઉન્ટર 23 આતંકવાદી ઠાર મરાયા
ઇન્ટેલીજન્સ એજન્સીએ ગત્ત મહિને પાકિસ્તાનમાંથી ઘુસણખોરી અંગેનું એલર્ટ આપ્યું હતું. ત્યાર બાદ સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. જેના અનુસંધાને તબક્કાવાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
1 જૂન: નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા
2 જૂન : પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકવાદી ઠાર મરાયા હતા.
3 જૂન : પુલવામાના જ કંગન વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીને ઠાર માર્યા હતા.
5 જૂન : રાજોરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકવાદી ઠાર મરાયો
7 જૂન : શોપિયાના રેબન ગામમાં 5 આતંકવાદીઓ ઠાર મરાયા
8 જૂન : શોપિયાના પિંજોરા વિસ્તારમાં 4 આતંકવાદી ઠાર મરાયા
10 જૂન : શોપિયાના સુગૂ વિસ્તારમાં 5 આતંકવાટી ઠાર મરાયા
2 અઠવાડીયામાં આતંકવાદી સંગઠનોના 6 ટો કમાન્ડર ઢેર
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું કે, ગત્ત બે અઠવાડીયામાં સુરક્ષા દળોએ 9 એન્કાઉન્ટરમાં જેટલા આતંકવાદી ઠાર માર્યા છે તે પૈકીનાં 6 ટોપ કમાન્ડર હતા. ડીજીપીએ જણાવ્યું કે, કાશ્મીર વિસ્તારમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર આતંકવાદી સ્થળોમાં 150-250 આતંકવાદી હોઇ શકે છે. જમ્મુ વિસ્તારમાં 125-150 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે