J&K: આતંકીઓ માટે કાળ બની ગયા છે ભારતીય સુરક્ષાદળો, હંદવાડામાં વધુ એક આતંકીનો ખાત્મો

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગત રાતથી અથડામણ ચાલુ છે. જેમાં સુરક્ષાદળોએ હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એક આતંકીને આજે સવારે ઠાર કર્યો. આ સાથે જવિસ્તારમાં એક વધુ આતંકી છૂપાયેલો હોવાની આશંકા પર સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 
J&K: આતંકીઓ માટે કાળ બની ગયા છે ભારતીય સુરક્ષાદળો, હંદવાડામાં વધુ એક આતંકીનો ખાત્મો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગત રાતથી અથડામણ ચાલુ છે. જેમાં સુરક્ષાદળોએ હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એક આતંકીને આજે સવારે ઠાર કર્યો. આ સાથે જવિસ્તારમાં એક વધુ આતંકી છૂપાયેલો હોવાની આશંકા પર સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 

આ અથડામણ બુધવારે રાતે 9.32 કલાકે શરૂ થઈ હતી. સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકી છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને આ સાથે જ વિસ્તારમાં સુરક્ષા કારણોસર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી  દેવાઈ છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે 5 માર્ચના રોજ રાજ્યના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે સ્થાનિક આતંકીઓ માર્યા ગયા હતાં. અથડામણ બાદ સોમવારે રાતે પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંક વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન શરૂ થયેલી અથડામણ લગભગ 12 કલાક ચાલી હતી જેમાં હિજબુલના બે આતંકીઓ માર્યા ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news