હું પણ ઝોરાસ્ટ્રીયન મંદિરમાં પ્રવેશ કરતી નથીઃ સેનિટરી નેપકીનના નિવેદન અંગે સ્મૃતિનો ખુલાસો

સ્મૃતિએ સેનિટરી નેપકીન અંગે આપેલા નિવેદન બાદ વધી ગયેલા વિવાદ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું છે કે, પારસી હોય કે બિનપારસી હોય, માસિક ધર્મમાં પ્રવેશેલી મહિલા મંદિરમાં જતી નથી

હું પણ ઝોરાસ્ટ્રીયન મંદિરમાં પ્રવેશ કરતી નથીઃ સેનિટરી નેપકીનના નિવેદન અંગે સ્મૃતિનો ખુલાસો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ મંદિરમાં રાજસ્વલા મહિલાના પ્રવેશ અંગે નિવેદન આપીને વિવાદ છંછેડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમના નિવેદન બાદ વધી ગયેલા વિવાદને પગલે હવે તેમને પોતાના નિવેદન મુદ્દે ખુલાસો કરવો પડ્યો છે. 

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, એક ઝોરાષ્ટ્રીયન સાથે લગ્ન કર્યા બાદ પણ તે ક્યારેય માસિક ધર્મમાં હોય ત્યારે મંદિરમાં જતાં નથી. તેમણે જણાવ્યું કે, આ બાબતે તેમણે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. પારસી હોય કે બિનપારસી હોય, કોઈ પણ વયની રાજસ્વલા મહિલા ક્યારેય પણ મંદિરમાં જતી નથી. 

સ્મૃતિ ઈરાનીએ એક પછી એક ટ્વીટ લખીને ખુલાસો કરતા જણાવ્યું કે, "મારા નિવેદનને મુદ્દે ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે અને તેને એક વિવાદનું સ્વરૂપ આપી દીધું છે. હું મારા નિવેદન બાબતે ખુલાસો કરૂં છું કે, એક હિન્દુ મહિલા તરીકે અને એક ઝોરાસ્ટ્રીયન ધર્મ પાળનારી વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ પણ મને રાજસ્વલા હોઉં ત્યારે મંદિરમાં પ્રવેશનો અધિકાર નથી." 

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, "હું ઝોરાસ્ટ્રીયન સમુદાય/પૂજારીઓની માન્યતાનું સન્માન કરું છું.  બે ઝોરાસ્ટ્રીયન બાળકોની માતા હોવા છતાં પણ પ્રાર્થના માટે મેં ક્યારેય કોઈ કોર્ટની શરણ લીધી નથી. એ જ રીતે પારસી હોય કે બિન પારસી, કોઈ પણ વયની રાજસ્વલા મહિલા મંદિરમાં જતી નથી."

તેમના નિવેદનની ટીકા કરનારાને વળતો જવાબ આપતા સ્મૃતિએ જણાવ્યું કે, તેમના નિવેદનનો પ્રચાર માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. સ્મૃતિએ ટ્વીટ કરતા લખ્યું કે, "આ મારા બે વાસ્તવિક નિવેદન છે. બાકીના બધા જ માત્ર પ્રચાર-પ્રસારના છે, બાકીના નિવેદનનો ઉપયોગ મને ફસાવવા માટે કરાઈ રહ્યો છે."

— ANI (@ANI) October 23, 2018

સ્મૃતિએ ટ્વીટમાં લખ્યું છે કે, "જે લોકો માસિક ધર્મના લોહીમાં ડૂબેલા સેનેટરી નેપકીન સાથે મિત્રોના ઘરે જવાનો કે બહાર ફરવા જવાનું કહીને કૂદી પડ્યા છે, હું એવી વ્યક્તિને શોધી રહી છું, જે લોહીથી ભરેલું નેપકીન તેના કોઈ મિત્રને 'ઓફર' કરે છે."

— ANI (@ANI) October 23, 2018

"મને એ બાબત આશ્ચર્ય પમાડે છે કે, એક મહિલા તરીકે હું મારો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સ્વતંત્ર નથી. જો હું કોઈ 'ઉદાર' મતને વ્યક્ત કરું તો હું સ્વીકાર્યું છે. આ કેવો ઉદારવાદ છે?"

— ANI (@ANI) October 23, 2018

આ અગાઉ સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ઊભા થયેલા વિવાદ અંગે સ્મૃતિએ જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે હું કંઈ બોલી શકું નહીં, કેમ કે હું એક કેબિનેટ મંત્રી છું. આ એક સામાન્ય સમજની બાબત છે કે તમે લોહીથી ભરેલા સેનેટરી પેડ સાથે કોઈ મિત્રના ઘરમાં પ્રવેશ કરશો? નહીં કરો. તો પછી શું તમને એ બાબત સન્માનજનક લાગે છે કે આવી સ્થિતીમાં તમે ભગવાનના ઘરમાં પ્રવેશ કરો?  આ જ ભેદ છે. મને પૂજા કરવાનો અધિકાર છે, પરંતુ મંદિરને અભડાવાનો અધિકાર નથી. આ મુખ્ય ભેદ છે, જેને આપણે સમજવાની અને તેનું સન્માન કરવાની જરૂર છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news