Farmers Protest: સરકાર અને કિસાન વચ્ચે ફરી બેઠક નિષ્ફળ, હવે આ તારીખે ફરી થશે મુલાકાત
નવા કૃષિ કાયદાને લઈને કિસાન અને સરકાર વચ્ચે નવી દિલ્હી સ્થિ વિજ્ઞાન ભવનમાં બપોરે 12 કલાકે બેઠક શરૂ થઈ હતી. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે કિસાન અને સરકાર વચ્ચે આગામી બેઠક 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો છેલ્લા 50 કરતા વધુ દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. આ મુદ્દાને લઈને આજે કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે ફરી બેઠક યોજાઈ હતી. પરંતુ સરકાર અને કિસાનો વચ્ચે યોજાયેલી નવમાં રાઉન્ડની વાતચીતમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી નિષ્ણાંતોની સમિતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પ્રમાણે અત્યાર સુધી કોઈપણ પ્રસ્તાવ પર સહમતિ બની શકી નથી.
મહત્વનું છે કે આ પહેલા સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે આઠ રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. આઠ જાન્યુઆરીએ આઠમાં રાઉન્ડની વાર્તામાં કોઈ ઉકેલ આવ્યો નહીં. કૃષિ મંત્રી તોમરે કહ્યુ કે, સરકાર ખુલા મનથી બેઠકમાં સામેલ થશે અને કિસાનોની શંકાઓ દૂર કરશે.
નવા કૃષિ કાયદાને લઈને કિસાન અને સરકાર વચ્ચે નવી દિલ્હી સ્થિ વિજ્ઞાન ભવનમાં બપોરે 12 કલાકે બેઠક શરૂ થઈ હતી. પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે કિસાન અને સરકાર વચ્ચે આગામી બેઠક 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
If it is mentioned in the manifesto, then Rahul Gandhi and Sonia Gandhi should appear before the media and accept that they were either lying at that time or are lying now: Agriculture Minister Narendra Singh Tomar#FarmLaws https://t.co/psNhIksJ01
— ANI (@ANI) January 15, 2021
સરકાર ઈચ્છે છે કે કિસાનોનું આંદોલન સમાપ્ત થાયઃ કૃષિ મંત્રી
કિસાનોની સાથે બેઠક બાદ કૃષિ મંત્રી તોમરે કહ્યુ કે, સરકાર ઈચ્છે છે કે વાતચીતથી રસ્તો નિકળે અને કિસાનોનું આંદોલન સમાપ્ત થાય. કૃષિ મંત્રીએ કહ્યુ કે, આજની વાતચીત સૌહાર્દપૂર્ણ માહોલમાં થઈ. ચર્ચામાં કોઈ ઉકેલ આવી શક્યો નથી. 19 જાન્યુઆરીએ બપોરે 12 કલાકે ફરી બેઠક થશે.
બેઠકમાં સરકાર અને કિસાનોએ શું કહ્યું
સરકાર તરફથી કિસાનોને બેઠકમાં તે પણ કહેવામાં આવ્યું કે, ક્યો મુદ્દો તમારા માટે મહત્વનો છે. ક્યા મુદ્દાનું સમાધાન નિકળવાથી તમે લોકો આંદોલન સમાપ્ત કરી શકો છો. તો કિસાનો તરફથી તે કહેવામાં આવ્યું કે, અમારા માટે ત્રણેય કાયદાની વાપસી અને એમએસપી પર ગેરંટીનો મુદ્દો છે. બંન્ને મુદ્દા તમારે પૂરા કરવા પડશે. ત્યારે આ આંદોલન સમાપ્ત થશે જેના પર સરકારે કહ્યું કે, 19 તારીખે ફરી બેઠક થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે