આપના વધુ એક ધારાસભ્ય ડુપ્લીકેટ ડિગ્રી મામલે ફસાયા, MLA વિરૂદ્ધ FIR દાખલ
Trending Photos
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) ધારાસભ્ય ફતેહ સિંહ દ્વારા ઉમેદવારી પત્રમાં પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે ખોટી જાણકારી આપવાના આરોપમાં તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે 19 જુલાઇના રોજ શહેરની એક કોર્ટના નિર્દેશ પર પૂર્વોત્તર દિલ્હીના નંદનગરી પોલીસ મથકના ગોકુલપુરીના રહેવાસી પોલેરામ (42)ની ફરિયાદ પર એફઆઇઆર નોંધવામાં આવી. ફતેહ સિંહના ઉમેદવારી પત્રોના અનુસાર ઉત્તર પ્રદેશ બોર્ડમાંથી 12માની પરીક્ષા પાસ કરી અને પછી હું ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી લીધી. પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં આરોપ લગાવવમાં આવ્યો છે કે આ ખોટું છે. પોલીસ આપ ધારાસભ્ય દ્વારા જમા કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
આ પહેલાં દિલ્હીના પૂર્વ કાનૂન મંત્રી અને 'આપ'ના ધારાસભ્ય જિતેંદ્ર સિંહ તોમરની લોની ડિગ્રી ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું. તિલકામાંઝી ભાગલપુર યુનિવરસિટી (ટીએમબીયૂ)એ લોની ડિગ્રીને ડુપ્લીકેટ ગણાવી છે. દિલ્હીના પૂર્વ કાનૂન મંત્રી તોમરે તિલકામાંઝી ભાગલપુર યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને તેમનું કહેવું હતું કે તેમની ડિગ્રી 100 ટકા સાચી છે.
બનાવટી ડિગ્રીના મામલે દિલ્હી પોલીસે તાજેતરમાં જ લગભગ 4 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે તેમાં પૂર્વ મંત્રી સહિત 16 અન્ય લોકોને આરોપી બનાવ્યા છે જેમાં મુંગેર લો કોલેજના પ્રિંસિપાલ સુરેંદ્ર કુમાર સિંહ પણ સામેલ છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP)ના દિલ્હી કેંટથી ધારાસભ્ય સુરેંદ્ર સિંહ પર પણ બનાવટી ડિગ્રીનો આરોપ લાગ્યો છે. ભાજપના નેતા કરણ સિંહ તંવરે તેમના પર બનાવટી ડિગ્રી પ્રાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે