'ફાયર પાન' બાદ હવે 'ફાયર પાણીપુરી'એ લગાવી આગ? વાયરલ થઈ રહ્યો છે VIDEO

ફાયર પાણીપુરીએ ઇન્ટરનેટ પર આગ લગાવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Updated By: Dec 6, 2021, 11:40 PM IST
'ફાયર પાન' બાદ હવે 'ફાયર પાણીપુરી'એ લગાવી આગ? વાયરલ થઈ રહ્યો છે VIDEO

નવી દિલ્હીઃ પાણીપુરીના ચાહકોની સંખ્યા દેશમાં ખુબ છે. લગભગ કોઈ એક એવી વ્યક્તિ હશે જેને પાણીપુરી પસંદ નહીં હોય. મોટાભાગના લોકોને તીખી, મીઠી અને ઠંડા પાણીની સાથે પાણીપુરી પસંદ હોય છે પરંતુ કોઈ આગની સાથે પાણીપુરી ખાય તો? હાં, સળગતી પાણીપુરી. તેને ફાયર પાણીપુરી કહેવામાં આવી રહી છે અને તેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

ફાયર પાણીપુરીએ લગાવી આગ
આ દિવસોમાં ફાયર પાણીપુરીએ ઇન્ટરનેટ પર આગ લગાવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે રસ્તા કિનારે એક દુકાનવાળો યુવતીને આગ લગાવી પાણીપુરી ખવડાવી રહ્યો છે. પહેલા દુકાનદાર લાઇટરથી પાણીપુરીમાં આગ લગાવી છે અને પછી ફાયર પાનની જેમ પાણીપુરી યુવતીને ખવડાવે છે. 

કઈ રીતે લાગી આગ
મહત્વનું છે કે આ પાણીપુરામાં પાણી હોતું નથી. પાણીપુરીમાં કપૂર લાગેલી હતી, જેની મદદથી દુકાનદાર તેના પર આગ લગાવી શકે છે. લોકો સોશિયલ મીડિયા પર તેના ખતરાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. વીડિયો શેર કરનાર ફૂડ બ્લોગરનું કહેવું છે કે ફાયર પાણીપુરી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેને ખાતા સમયે તેનાથી મોઢામાં કંઈ થતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube