અહીં એક પાણીપુરી ખાવાના મળે છે 500 રૂપિયા, વિશ્વાસ ન થતો હોય તો જાતે જોઇ લો

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને બધા ચોંકી ગયા છે. હા, આ દુકાનદારે પાણીપુરી ખાવા માટે 500 રૂપિયાનું ઈનામ રાખ્યું છે, પરંતુ તેની સાથે એક શરત પણ મૂકી છે. 

અહીં એક પાણીપુરી ખાવાના મળે છે 500 રૂપિયા, વિશ્વાસ ન થતો હોય તો જાતે જોઇ લો

નવી દિલ્હી: મોટાભાગના લોકોને પાણીપુરી ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ પાણીપુરીવાળો લારી લઈને સોસાયટી આવે છે, ત્યારે લોકો તેને રોકે છે અને તેને પેટ ભરીને ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો એક સાથે 20-25 પાણીપુરી ખાય જાય છે તો કેટલાક લોકોએ તેનાથી પણ વધુ ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે, કેટલાક દુકાનદારો એવા છે જેઓ મોટી પાણીપુરી બનાવવાનું પસંદ કરે છે, જેથી એકવારમાં તે લોકોના મોંમાં ન આવે. જી હા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો કે તેને એક જ વારમાં કેવી રીતે ખાઈ શકાય છે.

એક પાણીપુરી ખાશો તો મળશે 500 રૂપિયા
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને બધા ચોંકી ગયા છે. હા, આ દુકાનદારે પાણીપુરી ખાવા માટે 500 રૂપિયાનું ઈનામ રાખ્યું છે, પરંતુ તેની સાથે એક શરત પણ મૂકી છે. ઉત્તર પ્રદેશના શિકોહાબાદ શહેરમાં પાણીપુરીની લારી લાગે છે. તેણે પોતાની દુકાન પર શરત મૂકી છે કે જો તેની પાસે હાજર મોટી પાણીપુરી તોડ્યા વિના એક જ વારમાં ખાઈ જશે તો તે ઈનામમાં 500 રૂપિયા આપશે. હા, આ વિડિયો જોયા પછી તમે પણ વિચારતા હશો. ઘણા લોકોએ આ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સફળ થયું નહીં.

પાણીપુરી ખાતાં પહેલાં મુકવામાં આવશે આવી શરત
જો કે, આ શરત સ્વીકારવા માટે તમારે 100 રૂપિયા જમા કરાવવા પડશે, પરંતુ શરત એ પણ છે કે પાણીપુરીની અંદર રેડવામાં આવેલું પાણી મોંમાંથી બહાર ન આવવું જોઈએ. આ વિડિયો જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો. આ વીડિયોને Instagram પર foodie_incarnate નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેપ્શન હતું, '1 પાણીપુરી ખાવ અને 500 રૂપિયા લઇ જાવ.' આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news