અયોધ્યા કેસ બંધારણિય બેન્ચને સોંપાયો, 5 ન્યાયાધિશની બેન્ચ 10 જાન્યુઆરીથી હાથ ધરશે સુનાવણી
આ અગાઉ તત્કાલીન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર આ કેસની સુનાવણી કરી રહ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ અયોધ્યા કેસની સુનાવણી હવે બંધારણિય બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવશે. 10 જાન્યૂઆરીના રોજ સવારે 10.30 કલાકથી આ કેસની સુનાવણી 5 ન્યાયાધિશની બેન્ચ કરશે. જેમાં સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધિશ હશે. બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ યુ.યુ. લલિતનો સમાવેશ થાય છે.
આ અગાઉ તત્કાલીન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર આ કેસની સુનાવણી કરી રહ્યા હતા.
મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે 1994માં ઈસ્માઈલ ફારૂકી કેસમાં પુનર્વિચાર અંગેના કેસને બંધારણિય બેન્ચને મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. મુસ્લિમ પક્ષોએ નમાઝ માટે મસ્જિદને ઈસ્લામનો જરૂરી ભાગ ન જણાવનારા ઈસ્માઈલ ફારૂકી કેસમાં પુનર્વિચાર કરવા અંગેની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે ચાલેલા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી હતી. આ કેસમાં અપરાધિક કેસની સાથે-સાથે દિવાની કેસ પણ ચાલ્યો હતો. ટાઈટલવિવાદ સાથે સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે.
અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમં ચૂકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત વિસ્તારને 3 ભાગમાં વહેંચવાનો આદેશ અપાયો હતો. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે, ત્યાં રામલલ્લાને બિરાજમા કરવામાં આવે. સીતા રસોઈ અને રામ ચબૂતરો નિર્મોહી અખાડાને આપવામાં આવે અને એક તૃતિયાંશ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલ્લા બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચૂકાદા સામે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ અન્ય પક્ષકારોએ પણ અરજીઓ લગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે