ayodhya case

અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?

અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી. 

Dec 3, 2019, 04:29 PM IST

Ayodhya Case : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનનું વિવાદિત નિવેદન, 'દેશની શાંતિ હંમેશા હિન્દુ બગાડે છે'

Ayodhya News: અયોધ્યા કેસ (Ayodhya Case) માં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા રાજીવ ધવને (Rajiv Dhawan) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજીવ ધવને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme court) ના ચુકાદા સંદર્ભે કહ્યું કે દેશની શાંતિ અને સૌહાર્દને હંમેશા હિન્દુ (Hindu) જ બગાડે છે. મુસ્લિમો (Muslim) એ ક્યારેય આવું કામ કર્યું નથી. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. 

Nov 27, 2019, 05:12 PM IST

સુન્ની વકફ બોર્ડ અયોધ્યા ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન નહીં કરે

મીડિયા સાથે વાત કરતા સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝ્ઝાક ખાને જણાવ્યું કે, સંસ્થાના 7માંથી 6 સભ્યોએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટિશન નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે, સંસ્થામાં બહુમત સભ્યો રિવ્યુ પીટિશન નહીં દાખલ કરવાની તરફેણમાં હતા. 

Nov 26, 2019, 04:20 PM IST

Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાનાં, જાણો શું છે ખાસ..

આમ, સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે.

Nov 10, 2019, 12:09 AM IST

Ayodhya Verdict : ચૂકાદામાં સૌથી વધુ 'મસ્જિદ' શબ્દનો ઉલ્લેખ, 'રામલલા'નો સૌથી ઓછો

સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
 

Nov 9, 2019, 11:33 PM IST

અયોધ્યા ચૂકાદોઃ રાષ્ટ્રના નામે વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

નવા ભારતમાં ભય, દુશ્મનાવટ, નકારાત્મક્તાને કોઈ સ્થાન નહીં મળે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે. ગમે તેટલો જટિલ મુદ્દો કેમ ન હોય, તેનો ઉકેલ બંધારણના દાયરામાં રહીને લાવી શકાય છે એ વાતનું આ ચૂકાદો શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Nov 9, 2019, 09:10 PM IST

Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

અડવાણીએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ આંદોલનનો ભાગ બનવા માટે ભગવાનનો આભાર માનું છું. આઝાદી પછી આ દેશનું સૌથી મોટું આંદોલન હતું, જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા સાથે આવ્યું છે.

Nov 9, 2019, 08:15 PM IST

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી

આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સહયોગ રહ્યો છે. આજે અયોધ્યાના ચૂકાદાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. 

Nov 9, 2019, 06:02 PM IST

રામ જન્મભૂમિ વિવાદિત મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેવી રીતે છે ઐતિહાસિક ?

1885થી વિવાદિત જગ્યાની માલિકી સમાયંતરે બદલાતી રહી છે અને આ માલિકી હક્કના આધારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

Nov 9, 2019, 05:14 PM IST

ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. 

Nov 9, 2019, 04:57 PM IST

Ayodhya Verdict: જાણો કેવી રીતે વિવાદાસ્પદ ઢાંચામાં 'રાતોરાત' પ્રગટ થઇ હતી રામલલાની મૂર્તિઓ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ આમ તો ખૂબ જુનો છે પરંતુ જે ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. તે વિવાદની શરૂઆત 1949માં થઇ હતી જ્યારે 22/23 ડિસેમ્બર 1949ની રાતે મસ્જિદની અંદરના ભાગમાં રામલલાની મૂર્તિઓ રાખવામાં આવી હતી.

Nov 9, 2019, 04:49 PM IST

Ayodhya Verdict : ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોને રંજન ગોગોઈ આજે આપશે ડિનર

આ પાંચ ન્યાયાધિશની બેન્ચે આજે દેશના અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ જમીન વિવાદ બાબતે પોતાનો ચૂકાદો આપ્યો છે.
 

Nov 9, 2019, 04:32 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા અંગે શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ?

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં શનિવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનશે અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 
 

Nov 9, 2019, 03:48 PM IST

Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે

સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર ચૂકાદો આવી ગયો છે. વર્ષોથી ચાલી રહેલા આ કેસની અંતિમ સુનાવણી ચાલીસ દિવસમાં પુરી થઇ, જેમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા તીખી ચર્ચા કરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજોની પીઠે આ કેસ સાંભળ્યો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.

Nov 9, 2019, 03:42 PM IST

Ayodhya verdict live update: અયોધ્યા ચુકાદા બાદ ઉમા ભારતી બોલ્યા- અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ

અયોધ્યા (Ayodhya) રામ મંદિર (Ram Mandir) વિવાદ કેસમાં (Ayodhya Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેને આવકારતાં ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ (Uma Bharti) કહ્યું કે, સૌથી પહેલા હું અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ. 

Nov 9, 2019, 03:33 PM IST

Ayodhya Verdict: અયોધ્યા મુદ્દે સૌથી મોટો ચુકાદો...જાણો કોને શું મળ્યું?

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇના નેતૃત્વવાળી પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠે કહ્યું કે ચુકાદો આસ્થાના ના આધાર પર નહી થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસ્થાના આધાર પર જમીનનો માલિકી હક આપી ન શકાય. ચુકાદો કાનૂનના આધાર પર આપવામાં આવશે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુઓની આસ્થા પર કોઇ વિવાદ નથી. ખોદકામ દરમિયાન જે મળ્યું હતું તે ઇસ્લામિક ઢાંચો નથી. ખાલી જમીન પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી ન હતી. 

Nov 9, 2019, 02:07 PM IST

અયોધ્યામાં 'રામ મંદિર' બનાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે. 

Nov 9, 2019, 01:06 PM IST

સુન્ની વક્ફ બોર્ડના વકીલે કહ્યું- સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન, પરંતુ અમે સંતુષ્ટ નહી

અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળ્યો છે. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે. ચુકાદા પર સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે આ ચુકાદાથી સંતુષ્ટ નથી. 

Nov 9, 2019, 12:34 PM IST

અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 

Nov 9, 2019, 12:23 PM IST

Ayodhya Verdict: UP ના આ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, Social Media સેલની 673 લોકો પર નજર

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો (Ayodhya Verdict) આવતાં પહેલાં સાવધાનીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh)માં ઇન્ટરનેટ સેવાઓ (Internet services) બંધ કરવામાં આવી છે. આ સેવા શુક્રવારે અડધી રાત્રે તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિર્દેશક ઓપી સિંહ (OP Singh) એ કહ્યું કે સ્થિતિ સાંપ્રદાયિક તથા સંવેદનશીલ હોવાથી અને અફવાઓને ફેલતાં રોકવા માટે અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે.

Nov 9, 2019, 09:50 AM IST