ભાજપના પૂર્વ સાંસદ ચંદન મિત્રા સહિત 4 કોંગ્રેસી ધારાસભ્યો TMCમાં જોડાયા
શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીના ધર્મતલ્લામાં આયોજીત કાર્યક્રમ પહેલા ચંદન મિત્રા સત્તાવાર રીતે પાર્ટીમાં સામેલ થઈ ગયા.
Trending Photos
કોલકત્તાઃ પૂર્વ રાજ્યસભા સભ્ય અને ભાજપના બળવાખોર નેતા ચંદન મિત્રા શનિવાર (21 જુલાઈ)એ સત્તાવાર રીતે ટીએમસીમાં જોડાઈ ગયા છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીના ધર્મતલ્લામાં આયોજીત કાર્યક્રમ પહેલા ચંદન મિત્રા સત્તાવાર રીતે પાર્ટીમાં સામેલ થઈ ગયા. ચંદનની સાથે ચાર કોંગ્રેસી ધારાસભ્ય સમર મુખર્જી, અબુ તાહિર, સબીના યાસ્મીન અને અખરૂજમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
તમામ થયા શહીદ દિવસની રેલીમાં સામેલ
સત્તાવાર રીતે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાતાની સાથે તમામ નેતા શહીદ દિવસ કાર્યક્રમમાં એક સાથે જોવા મળ્યા. કાર્યક્રમ દરમિયાન જ્યારે મતતા બેનર્જીએ ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ હુમલો કર્યો ત્યારે તમામે તેનો સાથ આપ્યો હતો.
21 જુલાઈએ શહીદ દિવસ મનાવી રહી છે ટીએમસી
ઉલ્લેખનીય છે કે 1993માં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા પાર્ટીના 13 સમર્થકોની યાદમાં દર વર્ષે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી શહીદ સભાનું આયોજન કરે છે. આ વર્ષે આયોજીત થયેલી આ રેલીમાં મતતાએ લોકસભા ચૂંટણીનો શંખનાદ કર્યો. આ દરમિયાન મમતાએ કહ્યું, આગામી 15 ઓગસ્ટે તૃણમૂલ કોંગ્રેસ ભાજપ હટાવો દેશ બચાવો અભિયાનની શરૂઆત કરશે. મમતાએ કહ્યું કે 15 ઓગસ્ટે ભાજપ વિરુદ્ધ શરૂ થનારા આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાલ દેશને રસ્તો દેખાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે