કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાયા
દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે પક્ષમાં દાખલ થયા
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના ભુતપૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાયા છે. તેઓ મહેસાણા ખાતેથી અગાઉ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 42 કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને સુરત શહેરમાં મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે.
2019ની સામાન્ય ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને આજે એક મોટો ફટકો પડ્યો હતો. કોંગ્રેસ તરફથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા અને બે વખત ખજાનચી પદે પણ રહી ચૂકેલા એવા જીવાભાઈ પટેલ મંગળવારે નવી દિલ્હી ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો મોટો પાટીદાર ચહેરો હતા.
જીવાભાઈ પટેલ 42 કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. જોકે, ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે 7000થી વધુ વોટે હાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે