Ganesh Mahotsav: ગણપતિદાદાને 10 દિવસ ધરાવો આ મિષ્ટાનનો ભોગ, પૂરી થશે તમારી બધી કામના

આ પર્વ પર દેવતાઓમાં પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. 

Ganesh Mahotsav: ગણપતિદાદાને 10 દિવસ ધરાવો આ મિષ્ટાનનો ભોગ, પૂરી થશે તમારી બધી કામના

નવી દિલ્હીઃ હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. આ પર્વ પર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ઉજવવામાં આવે છે. આ પર્વ પર દેવતાઓમાં પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.  ગણેશ ચતુર્થીથી ગણેશ મહોતસ્વની શરૂઆત થાય છે. આ મહોત્સવ 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશીના રોજ ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થશે. આ 10 દિવસમાં ભગવાન ગણપતિને 10 અલગ અલગ ભોગ લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે 10 જાતના પ્રસાદનો ભોગ લગાવવાથી ભગવાન ગણેશ અતિ પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી આવે છે. અને બધા સંકટ દૂર થઈ જાય છે.

દસ દિવસમાં આ 10 વસ્તુઓનો લગાવો ભોગઃ
ગણપતિ બાપા એટલે ભગવાન ગણેશને મોદક અતિ પ્રિય છે. એટલે ગણેશ ચતુર્થી પર સૌથી પહેલા મોદકનો ભોગ લગાવવો જોઈએ
ગણેશ મહોત્સવના બીજા દિવસે ભગવાન ગણેશને મોતીચૂરના લાડુનો ભોગ લગાવવો ઉત્તમ રહેશે
સનાતન ધર્મમાં ભગવાન ગણેશને કેળાનો ભોગ લગાવવો ઉત્તમ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી પૂજાના ચોથા દિવસે કેળાનો ભોગ લગાવવો જોઈએ
ગણેશ ચતુર્થીના પાંચમા દિવસે ઘરમાં સ્વાદિષ્ટ મખાનાની ખીર બનાવીને ભોગ લગાવો
ગણેશ ચતુર્થીના છઠ્ઠા દિવસે ભગવાન ગણેશને નારિયળનો ભોગ લગાવો
જન્મોત્સવના 7મા દિવસે ગણેશ પૂજામાં માવાના લાડવાનો ભોગ લગાવો
દૂધથી બનેલા કલાકંદ ભગવાન ગણેશને ખુબ પ્રિય છે. એટલે પૂજામાં કલાકંદનો ભોગ લગાવો
કેસરથી બનેલા શ્રીખંડ બપ્પાને ભોગના રૂપમાં અર્પણ કરી શકો છો
ભગવાન ગણેશની પૂજાના અંતિમ દિવસે બજાર અથવા તો પછી ઘરમાં બનેલા વિવિધ પ્રકારના મોદકનો ભોગ લગાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news