5 રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, જાણો શું વાતચીત કરી?

જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી નારાજ નેતાઓને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી ખુદ નારાજ નેતાઓ સાથે વાત કરીને સમગ્ર મામલાને ઉકેલવાની કોશિશ કરી રહી છે.

5 રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, જાણો શું વાતચીત કરી?

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ શુક્રવારે સાંજે મુલાકાત કરી છે.  આ બેઠક લગભગ 75 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ બેઠક બાદ ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે, પાર્ટી અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધી જ રહેશે.

પાર્ટી અધ્યક્ષ બની રહેવા કરી અપીલ
આ બેઠક બાદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધી જ બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે શ્રીમતી ગાંધી સાથે આ મુલાકાત સારી રહી. આઝાદે એવું પણ જણાવ્યું કે, સોનિયાજીને ઘણા અભિપ્રાય આપ્યા છે. આ મુલાકાત રૂટીન મુલાકાત છે, મીડિયા માટે આ ન્યૂઝ હોઈ શકે છે, પરંતુ અમે પાર્ટી અધ્યક્ષ સાથે મુલાકાત કરતા રહીએ છીએ. તેમણે જણાવ્યું કે, અમે પાર્ટીને ફરીથી મજબૂત કરવાનું કામ કરીશું.

જી-23 બેઠક બાદ મુલાકાત
જોકે, G-23 નેતાઓએ ચૂંટણી પરિમાણોને લઈને એક બેઠક બોલાવી હતી, જેમાં કેન્દ્રીય નેતૃત્વને ઘણા પ્રકારની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. જેમાં તેમને આ બેઠકની જાણકારી અને નેતાઓની આપત્તિને લઈને સોનિયાજીને જાણકારી આપવાની હતી.

શીર્ષ નેતૃત્વથી નારાજ છે ઘણા નેતા
જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી નારાજ નેતાઓને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી ખુદ નારાજ નેતાઓ સાથે વાત કરીને સમગ્ર મામલાને ઉકેલવાની કોશિશ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news