બેંક ફ્રોડ કરીને ભાગનારાઓની લગામ કસવા માટે સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે જાણીબુઝીને દેવુ નહી ચુકવનારાઓ અને ગોટાળા કરીને દેશ છોડીને ભાગી જનારાઓ પર લગામ કસવા માટે મોટુ પગલું ઉઠાવ્યું છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જાણીબુઝીને દેવું નહી ચુકવનારા અને ફ્રોડ કરીને દેશ છોડીને ભાગી જનારાઓ પર લગામ કસીવા માટે મોટુ પગલું ઉઠાવ્યું છે. સરકારે પબ્લિક સેક્ટર બેંકો (PSBs)નાં CEOsને શંકાસ્પદ લોકોની વિરુદ્ધ લુક આઉટ સર્કુલર ઇશ્યું કરવા માટે અપીલ કરવાનો અધિકાર આપ્યો છે. આ પગલું સરકારે એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે દેશમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા વેપારીઓ બેંકોના પૈસા લઇને ભાગી ચુક્યા છે.
ગૃહમંત્રાલયે હાલમાં જ એક સર્કુલરમાં પરિવર્તન કરતા સરકારી બેંકોનાં CEOsનાં તે અધિકારીઓની યાદીમાં સમાવિષ્ટ કરી દીધા છે,જે મંત્રાલયથી કોઇની વિરુદ્ધ લુક આઉટ સર્કુલર ઇશ્યુ કરવા માટે અપીલ કરી શકે છે. પબ્લિક સેક્ટર બેંકોને મજબુતી આપવા માટે મંત્રાલયે આ પગલું ઇન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ દ્વારા અપાયેલી ભલામણો બાદ ઉઠાવ્યું છે.
મંત્રાલયનાં આ પગલા અંગે પુછવામાં આવતા આર્થિક મુદ્દાના સચિવ રાજીવ કુમારે કહ્યું કે, સરકારનો આ નિર્ણય બેંકિંગ સેક્ટરને પારદર્શી બનાવવાના અભિયાનને આગળ વધારતા લીધું. પીએનબી ફ્રોડ સામે આવ્યું અને તેની સાથે જોડાયેલા નીરવ મોદી અને મેહુલ ચોક્સીના દેશથી ભાગ્યા બાદ નાણામંત્રાલયે સરકારી બેંકો પાસેથી તે તમામ ઉધાર લેનારાઓની પાસપોર્ટ માહિતી જમા કરાવવા માટે કહ્યું છે. જેમણે 50 કરોડ રૂપિયાથી વધારેનું ઉધાર લીધું હોય.
કુમારે જણાવ્યું કે, માત્ર પાસપોર્ટ ડિટેલ્સ હોવાથી બૈંકિંગ સેક્ટરને સશક્ત બનાવી શકાય નહી, પરંતુ તેના માટે સરકારી બેંકોના CEOને જાણીબુઝીને દેવું નહી ચુકવનારાઓ અને ફ્રોડ કરનારા લોકોની વિરુદ્ધ લુટ આઉટ નોટિસ ઇશ્યું કરવા માટેની અપીલ કરી શકે તેવી શક્તિ મળવી જોઇએ જેથી કોઇ પણ શંકાસ્પદોનો દેશથી ભાગવાથી રોકવામાં આવી શકે. તેમણે કહ્યું કે, તેઓ જાણી બુઝીને દેવુ નહી ચુકવનારાઓનાં રસ્તામાં મોટી બાધા આવશે, સાથે જ દેવું ચુકવનારાઓ અને દેવુ લેનારા લોકોની વચ્ચે સંબંધમાં પણ આધારભુત પરિવર્તન આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે