Grah Gochar 2022: એક દિવસમાં બે મોટા ગ્રહોના ગોચરથી આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે, થશે મોટો ફાયદો
Grah Gochar In November 2022: બે ગ્રહો એક સાથે ગોચર થવાથી કેટલીક રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડશે. 13 નવેમ્બરે મંગળ અને બુધ અલગ-અલગ રાશિમાં ગોચર થવાના છે. જાણો કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
Trending Photos
Mangal Or Budh Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં ઘટનારી ઘટનાઓ પર પડે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર પડે છે. દરેક ગ્રહ પોતાના ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે. 13 નવેમ્બરે બે મોટા ગ્રહ મંગળ અને બુધ અલગ-અલગ રાશિઓમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. નોંધનીય છે કે મંગળ વૃષભ રાશિમાં અને બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
આ બે મોટા ગ્રહોના ગોચરથી તમામ રાશિના જાતકો પર પ્રભાવ જોવા મળશે. આજે અમે તમને જણાવીશું કે આ ગોચરનો લાભ કઈ રાશિના જાતકોને થવાનો છે.
વૃષભ રાશિઃ જ્યોતિશ શાસ્ત્ર અનુસાર વિદેશો સાથે જોડાયેલ કારોબાર કરનાર લોકો માટે આ સમય અનુકૂળ છે. આ દરમિયાન જાતકોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. સાથે જીવનમાં નવા અવસર પ્રાપ્ત થશે. જે કાર્ય હાથમાં લેશે તેમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિઃ બુધ ગ્રહ 13 નવેમ્બરે આ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ રાશિના જાતકો માટે મંગળ કુંડળીના છઠ્ઠા ભાવમાં અને બુધ દેવ આઠમાં તથા અગિયારમાં ભાવમાં ગોચર કરવાનો છે. તેવામાં બુધ ગોચરથી આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. કારોબાર માટે પણ આ સમય અનુકૂળ માનવામાં આવી રહ્યો છે. તેનાથી ધન લાભની સંભાવના છે. પાર્ટનરશિપમાં વ્યવસાય કરી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ છે.
ધન રાશિઃ આ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં બુધ સાતમાં અને દસમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન જાતકોને વ્યવસાયમાં સારો લાભ થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કરિયરમાં પણ સારા પરિણામ મળી શકે છે.
મકર રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર માટે આ રાશિના જાતકો માટે બુધ ગોચર લાભદાયક સાબિત થશે. આ દરમિયાન સારા પરિણામ મળી શકે છે. તો મંગળ ગોચર રિસર્ચ સાથે જોડાયેલા લોકો માટે લાભકારી છે.
કુંભ રાશિઃ આ રાશિના જાતકો માટે પણ 13 નવેમ્બર બાદનો સમય યોગ્ય છે. આ જાતકોની કુંડળીમાં બુધ પાંચમાં અને આઠમાં ભાવનો સ્વામી છે. તેથી કાર્યક્ષેત્રમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ દરમિયાન ઘરનું વાતાવરણ શાંત રહેશે.
કર્ક રાશિઃ આ રાશિના વિદ્યાર્થીઓ માટે મંગળનો ગોચર શુભ હોઈ શકે છે. કાર્યસ્થળ પર કરવામાં આવેલી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થશે. તો ઘણા અન્ય જાતકોની ઈચ્છા આ દરમિયાન પૂરી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે