પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક નાની સાળી સાથે ફરાર, કન્યા આઘાતમાં.. પરિવાર પરેશાન

Sister In Law: ચોંકાવનારી વાત છે કે યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેમ છતાં તેને છોડી દીધી. ત્યારબાદ બબાલ એટલી વધી કે યુવતીએ સાસરી અને પીયર બંને છોડી દીધું. પછી પંચાયતમાં મામલો પહોંચ્યો અને અનોકો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. 

પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક નાની સાળી સાથે ફરાર, કન્યા આઘાતમાં.. પરિવાર પરેશાન

લખનઉઃ Groom Run Away With Sister Of Bride: વર-કન્યા અને પછી લગ્ન બાદ થનારા વિવાદો વચ્ચે વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં વરરાજો પોતાની નાની સાળી સાથે ફરાર થઈ ગયો છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે, જ્યાં એક વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથી જીવવા-મરવાના સમ ખાધા હતા પરંતુ કંઈક એવું થયું કે તે પોતાની પત્નીને છોડીને નાની સાળી સાથે ફરાર થઈ ગયો.

બંનેએ કર્યાં હતા પ્રેમ લગ્ન
વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની છે. અહીંના કોતવાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવકને નાની સાળી સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે ભાગી ગયો. મળતી માહિતી મુજબ, લગભગ છ મહિના પહેલા અહીં રહેતા એક વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા.

નાની બહેન સાથે પ્રેમસંબંધ
આ દરમિયાન વરરાજાને નાની સાળી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ બધું ત્યારે થયું જ્યારે યુવક પોતાના સસરાના ઘરે અવરજવર કરવા લાગ્યો હતો. જ્યારે આ અંગેની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. બહેન પતિ સાથે ફરાર થઈ ગઈ હોવાની જાણ થતાં રોષે ભરાયેલી પત્નીએ સાસરિયાં અને પીયર બંનેને છોડી દીધાં હતાં.

પંચાયતે સંભળાવ્યો આ ચુકાદો!
તે પોતાની એક મિત્રને ત્યાં પહોંચી ગઈ અને બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. બીજીતરફ બંને પરિવારો વચ્ચે પણ મામલો ઉગ્ર બની ગયો હતો. ઘટનાને લઈને પંચાયતમાં તે નક્કી થયું કે યુવક પત્નીને છુટાછેડા આપીને સાળી સાથે લગ્ન કરશે. આ મામલામાં બંને પક્ષોએ પોલીસને દૂર રાખી હતી. બંને પરિવારોની ઈચ્છા હતી કે પંચાયત જે નિર્ણય આપશે તે સ્વીકારવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે પરિવાર દ્વારા યુવતીને સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. (રિપોર્ટ- વિનીત અગ્રવાલ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news