Corona Vaccination: બધાને 'બાહુબલી' બનાવવા માટે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર શરૂ કરશે નવી મુહિમ


સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, મુખ્ય રીતે ફોકસ દેશના તે 48 જિલ્લા પર કરવામાં આવશે, જ્યાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 50 ટકાથી ઓછી વસ્તીને કોરોના રસી લાગી છે.

Corona Vaccination: બધાને 'બાહુબલી' બનાવવા માટે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર શરૂ કરશે નવી મુહિમ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યુ કે, સરકાર કોરોના સંક્રમણ વિરુદ્ધ આગામી મહિનાથી નવી મુહિમની શરૂઆત કરવા જઈ રહી છે. 'ડોર-ટૂ-ડોર' (Door-to-Door) મુહિમ હેઠળ સ્વાસ્થ્યકર્મી ઘર-ઘર જઈને લોકોને રસી લગાવશે. આ દરમિયાન બીજા ડોઝથી વંચિત લોકોન સાથે અત્યાર સુધી રસી ન લેનારા લોકોને પણ રસી આપવામાં આવશે. 

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, મુખ્ય રીતે ફોકસ દેશના તે 48 જિલ્લા પર કરવામાં આવશે, જ્યાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 50 ટકાથી ઓછી વસ્તીને કોરોના રસી લાગી છે. માંડવિયાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી છે. હાલમાં દેશે 100 કરોડ કોરોના વેક્સીનના ડોઝ લગાવવાની સફળતા હાસિલ કરી છે. પરંતુ દેશના ઘણા ભાગમાં રસીકરણની ગતિ ધીમી છે. તેનું કારણ લોકોમાં જાગરૂકતાની કમી, રસીને લઈને મનમાં શંકા અને ભૌગોલિક મુશ્કેલી સામેલ છે. 

अगले एक महीने 'हर-घर दस्तक' Door-to-Door टीकाकरण अभियान चलाया जाएगा। (1/2) pic.twitter.com/yMaXkqxuzo

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 27, 2021

11 કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ
કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા 11 કરોડ લોકોએ બે ડોઝ વચ્ચે નક્કી સમય સમાપ્ત થયા બાદ પણ બીજો ડોઝ લગાવ્યો નથી. આંકડા જણાવે છે કે છ સપ્તાહથી વધુ સમયથી 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. આ રીતે આશરે 1.57 કરોડ લોકોએ ચારથી છ સપ્તાહના વિલંબથી અને 1.5 કરોડથી વધુએ બેથી ચાર સપ્તાહના અંતરથી કોવિશીલ્ડ કે કોવૈક્સીનનો પોતાનો બીજો ડોઝ લીધો નથી. 

બાળકોના રસીકરણ પર પણ ચર્ચા
સમીક્ષા બેઠક દરમિયાન બાળકોની કોરોના વેક્સીન પર ચર્ચા કરવામાં આવી. કોવિડ રસી નિર્માતા ભારતીય કંપની ભારત બાયોટેક બાળકો માટે કોવૈક્સીન વિકસિત કરી ચુકી છે. તેના આપાત ઉપયોગની ભલામણ વિષય નિષ્ણાંત સમિતિ કરી ચુકી છે. તેને ભારતીય દવા નિયામકની મંજૂરીની પ્રતિક્ષા છે. બાળકો માટે બીજી રસી ઝાયડસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમરજન્સી સ્થિતિમાં પ્રયોગ કરવાની કોવિડ રસીની યાદીમાં સામેલ કરી છે. માંડવિયાએ કહ્યુ કે, બંને રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે નિષ્ણાંત સમિતિનો અધિકાર છે. સરકાર આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ નહીં કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news