Haryana Election Result: કોંગ્રેસની એ 5 મસમોટી ભૂલ...જેણે હરિયાણામાં મોઢા સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો, જીતતા જીતતા હારી પાર્ટી!
હરિયાણામાં મોટો ઉલટફેર થયો અને હાલ જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ સત્તામાં આવતા આવતા રહી જતી જોવા મળી રહી છે. ભાજપ પ્રદેશમાં ત્રીજીવાર સત્તા પર બિરાજમાન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હરિયાણાના રાજકારણમાં ઈતિહાસ બનતો જોવા મળી રહ્યો છે. હરિયાણામાં સત્તાથી દૂર કોંગ્રેસે એવી કેટલીક ભૂલો કરી જેના કારણે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
હરિયાણા ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. એકવાર ફરીથી પ્રદેશમાં ભાજપ સરકાર બનાવે તેવું જોવા મળી રહ્યું છે. 10 વર્ષનો વનવાસ ઝેલી રહેલી કોંગ્રેસ એકવાર ફરીથી સત્તાની નજીક આવીને દૂર થતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ મુજબ તો કોંગ્રેસ સરકાર બનાવે તેવું દેખાતું હતું પરંતુ સાઈલેન્ટ વોટરે આ વખતે પણ ખેલ પાડી દીધો અને કોંગ્રેસ ધરાશાયી થઈ.
કોંગ્રેસનો એગ્રેસિવ પ્રચાર છતાં આ સ્થિતિ
હરિયાણામાં કોંગ્રેસનો એગ્રેસિવ પ્રચાર જોવા મળ્યો. પાર્ટીએ જવાન, પહેલવાન અને કિસાન તથા બંધારણના મુદ્દે ભાજપને ઘેર્યું. આ દરમિયાન ભાજપનો ચૂંટણી પ્રચાર એગ્રિસિવ નહીં પરંતુ ડિફેન્સિવ હતો. પીએમ મોદીથી લઈને શાહ સુદ્ધા એ ગેરંટી આપતા રહ્યા કે બંધારણથી અનામતની જોગવાઈ ખતમ નહીં કરાય. આવામાં સવાલ એ ઉઠે છે કે જ્યારે કોંગ્રેસ પાસે આટલા મુદ્દા હતા છતાં પાર્ટી ચૂંટણી કેવી રીતે હારી ગઈ.
કોંગ્રેસની હારના પાંચ મોટા કારણ
1. હુડ્ડા બન્યા પાવર સેન્ટર
હરિયાણા કોંગ્રેસમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાનો એકાધિકાર હતો. છેલ્લા દોઢ બે વર્ષથી હરિયાણા કોંગ્રેસના મોટા નિર્ણય હુડ્ડા જ લઈ રહ્યા હતા. પછી ભલે પ્રદેશ અધ્યક્ષ ઉદયભાનની નિયુક્તિ હોય કે પછી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી હોય, આ બધામાં હુડ્ડા જ એકલા પાવર સેન્ટર બનીને ઉભર્યા. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 90માંથી 70થી વધુ બેઠકો પર ટિકિટો હુડ્ડાના કહેવા પર ફાળવાઈ. તેનાથી એ પણ સંદેશ ગયો કે પ્રદેશમાં પહેલેથી જ પ્રભાવશાળી જાતિ જાટ વધુ પ્રભાવશાળી થઈ શકે છે.
2. દિગ્ગજ નેતાઓની નારાજગી
કોંગ્રેસના દિગ્ગજ નેતા કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલા ટિકિટ વહેંચણીથી ખુશ નહતા. બંને નેતાઓએ પોતાના નજીકના અને સમર્થકો માટે પ્રચાર કર્યો. પ્રદેશની બાકી સીટો માટે પ્રચાર કરવા ગયા નહીં. કુમારી શૈલજાએ લાંબા સમય સુધી ચૂંટણી પ્રચારથી અંતર જાળવ્યું. ત્યારબાદ તેઓ પાછા ફર્યા. જો કે ત્યાં સુધીમાં અનેક ઈન્ટરવ્યુમાં શૈલજાએ ઈશારામાં જણાવી દીધુ કે તેમની હુડ્ડા સાથે વાતચીત થઈ નથી. પ્રદેશમાં 17 સીટો અનામત છે જેના પર શૈલજાનો ઉપયોગ થઈ શકતો હતો. પરંતુ તેઓ ચૂંટણી પ્રચારમાં અલગ થલગ પડી ગયા.
3. સુનીલ કોણુગોલુનો રિપોર્ટ
કોંગ્રેસના રણનીતિકાર સુનીલ કોણુગોલુએ હરિયાણામાં ઈન્ટરનલ સર્વે કરાવ્યો. આ સર્વેના આધારે ટિકિટ વહેંચણી થઈ, પ્રચારની રણનીતિ બનાવવામાં આવી. ચૂંટણીના મુદ્દા નક્કી કરાયા. પરંતુ આ રિપોર્ટ કોંગ્રેસને જીત ન અપાવી શકી. આ અગાઉ કોણુગોલુએ કર્ણાટકમાં ચૂંટણી બાજી જીતી દેખાડ઼ી હતી, ત્યારે તેઓ લાઈમલાઈટમાં આવી ગયા. પરંતુ ત્યારબાદ તેમનો સ્ટ્રાઈક રેટ સારો ન રહ્યો.
4. નાની પાર્ટીઓની અનદેખી
કોંગ્રેસે સ્થાનિક પાર્ટીઓ અને નાના પક્ષોની અનદેખી કરી. ચૂંટણી પરિણામોમાં લગભગ 11 ટકા મત અન્યને ફાળે ગયા છે. અનેક સીટો પર આમ આદમી પાર્ટીને પણ સારા એવા મત મળ્યા છે. ચૂંટણી પહેલા આપે કોંગ્રેસ સામે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સ્થાનિક નેતાઓના કહેવા પર કોંગ્રેસે હાથ મિલાવ્યો નહીં. તેનું પરિણામ વિધાનસભા ચૂંટણીમાં ભોગવવું પડ્યું છે.
5. પાર્ટીનું નબળું સંગઠન
કોંગ્રેસનું સંગઠન ગ્રાઉન્ડ સ્તરે ખુબ નબળું છે. છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લામાં પાર્ટી જિલ્લાધ્યક્ષ અને મંડળ અધ્યક્ષ સુદ્ધી નથી બની શક્યા. કુમારી શૈલજા અધ્યક્ષ હતા ત્યારે હુડ્ડા જૂથે નિયુક્તિઓ થવા દીધી નહીં. હવે જ્યારે ઉદયભાન અધ્યક્ષ બન્યા તો શૈલજા- સુરજેવાલા જૂથે રોડા નાખ્યા. જ્યારે ભાજપનું સંગઠન ગ્રાઉન્ડ લેવલે ખુબ એક્ટિવ રહ્યું. કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સ રહી. ગ્રાઉન્ડ સ્તરે પાર્ટીની નબળાઈઓ દૂર કરી નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે