Corona Vaccination: વેક્સીન લીધા બાદ હેલ્થ વર્કરનું મોત, એક્સપર્ટે જણાવ્યું આ કારણ

કોરોના વાયરસ મહામારી (Coronavirus) સામેની જંગમાં વેક્સીન મોટી આશા છે. આ વચ્ચે કર્ણાટકમાં રસી લગાવ્યા બાદ એક હેલ્થ વર્કરનું મોતને લઇને કેટલાક લોકો વેક્સીન પર સવાલ ઉઠાવી રહ્યાં છે. પરંતુ એક્સપર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય કોરોના વેક્સીન (Corona Vaccine) એકદમ સુરક્ષિત છે. કર્ણાટકમાં (Karnataka) હેલ્થ વર્કરના (Health Worker) મોતનું કારણ હાર્ટ એટેક (Heart Attack) સામે આવ્યું છે.
Corona Vaccination: વેક્સીન લીધા બાદ હેલ્થ વર્કરનું મોત, એક્સપર્ટે જણાવ્યું આ કારણ

બેંગલુરુ: કોરોના વાયરસ મહામારી (Coronavirus) સામેની જંગમાં વેક્સીન મોટી આશા છે. આ વચ્ચે કર્ણાટકમાં રસી લગાવ્યા બાદ એક હેલ્થ વર્કરનું મોતને લઇને કેટલાક લોકો વેક્સીન પર સવાલ ઉઠાવી રહ્યાં છે. પરંતુ એક્સપર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય કોરોના વેક્સીન (Corona Vaccine) એકદમ સુરક્ષિત છે. કર્ણાટકમાં (Karnataka) હેલ્થ વર્કરના (Health Worker) મોતનું કારણ હાર્ટ એટેક (Heart Attack) સામે આવ્યું છે.

'મોતનું કારણ વેક્સીનના સાઈડ ઈફેક્ટ નથી'
કર્ણાટકમાં (Karnataka) બે દિવસ પહેલા કોવિડ-19ની રસી (Covid-19 Vaccine) લગાવનાર સ્વાસ્થ્ય વિભાગના 43 વર્ષીય કર્મચારીનું સોમવારના મોત થયું છે. ત્યારબાદ વેક્સીન મામલે સવાલ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગે (Health Department Of Karnataka) સ્પષ્ટ કર્યું છે કે બેલ્લારી જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી નાગરાજૂને 16 જાન્યુઆરીની બપોરે લગભગ 1 વાગ્યે રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તે સોમવાર સવાર સુધી સ્વસ્થ હતો. તેના મોતનું કારણ કોરોના વેક્સીનના સાઈડ ઇફેક્ટ (Side Effects Of Corona Vaccine) નથી.

વેક્સીનની કોઈ આડઅસર નહીં
આ વિશે જયદેવ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના (Jaydev Institute of Cardiology and Research) ડિરેક્ટર ડો. સી. એન મંજૂનાથે કહ્યું, હેલ્થ વર્કરનું (Health Worker) મોત માત્ર સંયોગ છે અને તેનું રસી સાથે કોઈ લેવાદેવા નથી. મંજૂનાથ કર્ણાટક સરકારના કોવિડ -19 પરની તકનીકી સલાહકાર સમિતિના સભ્ય પણ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક સિવાય ઉત્તર પ્રદેશની મુરાદાબાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટ કરાયેલા વોર્ડ બોય મહિપાલસિંહનું મોત પણ કોરોના રસીના (Corona Vaccine) આડઅસરને કારણે નહીં પરંતુ હાર્ટ એટેક (Heart Attack) અને સેપ્ટીસિમિક શોકને કારણે થયું હતું. સોમવારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news