લોકો તાળીઓ પાડતા રહ્યા અને હનુમાન રામના ચરણોમાં મૃત્યુ પામ્યા, રામલીલા દરમિયાન હાર્ટ એટેક આવ્યો
Bhivani Ramleela: આ વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી હનુમાનનું પાત્ર ભજવી રહ્યો હતો. દરમિયાન, સ્ટેજિંગ દરમિયાન, તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું. રામ મંદિરના અભિષેકની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
Pran Pratishtha Manchan: દેશ દુનિયા રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમના રંગમાં રંગાઈ છે. દેશભરમાં લોકો ખુશીઓ મનાવી રહ્યાં છે. આ કડીમાં હરિયાણાના ભિવાનીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં છેલ્લા 25 વર્ષથી હનુમાનનો રોલ કરી રહેલા હરીશ મેહતાને હનુમાનના રોલમાં હાર્ટ એટેક આવ્યો છે અને તેમનું નિધન થયું છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઉપલક્ષ્યમાં થઈ રહેલા મંચન દરમિયાન તેમનું નિધન થયું છે. મંચન દરમિયાન લોકો તાળીઓ પાડી રહ્યાં હતા અને હનુમાને રામના ચરણોમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. થોડા સમય બાદ લોકોને આ વાતની માહિતી મળી હતી.
હકીકતમાં આ ઘટના હરિયાણાના ભિવાનીની છે. ઘટના રવિવારે થઈ જ્યારે રામ મંદિર ઉત્સવને લઈને જવાહર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજ તિલકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગીતના માધ્યમથી રાજતીલકની તૈયારી ચાલી રહી હતી. ગીત પૂરુ થયું તો હનુમાનજીનું મંચન કરી રહેલા હરીશ મેહતાએ રામના ચરણમાં ઝુકતા પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.
લોકોને લાગ્યું કે તે અભિનય કરી રહ્યાં છે
મંચન કરતા તેઓ અચાનક પડી ગયા હતા. ત્યાં હાજર લોકોને લાગ્યું કે તે અભિનય કરી રહ્યાં છે પરંતુ તેમનું નિધન થઈ ગયું હતું. રામના ચરણોમાં હનુમાન જીએ પ્રાણ ત્યાગી દીધા હતા. પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે રામલીલાના મંચન દરમિયાન કોઈનું હાર્ટ એટેકથી મોત થયું પરંતુ આ અવસર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં હતો.
મહત્વનું છે કે સોમવારે રામલલા ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. નવા રામ મંદિરના ગર્ભ ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે