ઉત્તરપ્રદેશમાં હિંદૂ મહાસભાએ કહ્યું, મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવા માંગ

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મેરઠમાં ગુરૂવારે હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે આ દિવસને બલિદાન દિવસ સ્વરૂપે માનવ્યો. આ સાથે જ હિંદૂ મહાસભાએ હાપુડ, મેરઠ અને ગાઝીયાબાદનાં નામ બદલવાની માંગ કરી હતી. મહાસભાએ મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવાની માંગ કરી છે. 
ઉત્તરપ્રદેશમાં હિંદૂ મહાસભાએ કહ્યું, મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવા માંગ

મેરઠ : મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મેરઠમાં ગુરૂવારે હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે આ દિવસને બલિદાન દિવસ સ્વરૂપે માનવ્યો. આ સાથે જ હિંદૂ મહાસભાએ હાપુડ, મેરઠ અને ગાઝીયાબાદનાં નામ બદલવાની માંગ કરી હતી. મહાસભાએ મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવાની માંગ કરી છે. 

અખિલ ભારત હિંદૂ મહાસભાનાં પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે યોગી આદિત્યનાથનાં શહેરોનાં નામ બદલવા મુદ્દે વખાણ કર્યા. અગ્રવાલે ગાઝિયાબાદ, હાપુડ અને મેરઠનાં નામ પણ બદલવાની માંગ કરી. તેમણે ગાઝીયાબાદનું નામ દિગ્વિજય નગર, હાપુડનું નામ મહંત આવેધનાખ નગર કરવામાં આવે અને મેરઠનું નામ ગોડસે નગર કરવાની માંગ કરી હતી. તેમણે તે મુદ્દે શાસનને પોતાની અરજી પણ સોંપવાની જાહેરાત પણ કરી હતી. 

અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશોક શર્માએ જણાવ્યું કે, નાથૂરામ ગોડસેનાં ભાઇએ મેરઠ સાથે લોકસભા ચૂંટણી લડી હતી એટલા માટે નાથૂરામ ગોડસેનું મેરઠ સાથે ઉંડો સંબંધ છે. બીજુ કારણ છે કે અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માંગીને મેરઠનું નામ બદલવાની માંગ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલવાની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશ મંત્રિમંડળની મંગળવારે (13 નવેમ્બર)નાં રોજ યોજાયેલી બેઠકમાં ફૈઝાબાદ મંડળનું નામ અયોધ્યા મંડળ અને અલ્હાબાદ મંડળનું નામ બદલીને પ્રયાગરાજ મંડળ કરવાનાં નિર્ણય પર મહોર લગાવવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news