Video: કોરોના રસી ન લેવી  પડે એટલે એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, બીજાએ સ્વાસ્થ્યકર્મીને માર્યો

શભરમાં રસીકરણ શરૂ થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો. પરંતુ હજુ લોકોના મનમાંથી વહેમ દૂર થવાનું નામ લેતો નથી. હવે યુપીના બલિયાથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો.

Video: કોરોના રસી ન લેવી  પડે એટલે એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, બીજાએ સ્વાસ્થ્યકર્મીને માર્યો

નવી દિલ્હી: દેશભરમાં રસીકરણ શરૂ થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો. પરંતુ હજુ લોકોના મનમાંથી વહેમ દૂર થવાનું નામ લેતો નથી. હવે યુપીના બલિયાથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો. આ સાથે જ સ્વાસ્થ્યકર્મીઓની હાલત અને મહેનત પર તરસ પણ આવશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોવિડ રસી ન લેવી પડે એટલે ઝાડ પર ચડી ગયો. ત્યારબાદ પ્રશાસનના લોકોએ વ્યક્તિને ઝાડ પરથી નીચે ઉતારીને તેને કોવિડ રસીનો ડોઝ લગાવ્યો. એક અન્ય વીડિયોમાં નદીના કિનારે એક નાવિક અધિકારી સાથે હાથાપાઈ કરવા લાગે છે અને તેને જમીન પર પાડી દે છે. 

રસીકરણ ઝડપી કરવાની કોશિશ
યુપીના બલિયામાં રસીકરણની ઝડપ વધારવા માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ હવે ખેતરો, ગામડા, અને નદીના ઘાટો સુધી જઈને લોકોને વેક્સીનેટ કરવા માટે એક અભિયાન ચલાવી રહી છે. અહીં લોકોને દ્વારા રસી ન લેવા માટે રસીકરણ ટીમ સાથે હાથાપાઈ, ધમાચકડી અને ઝાડ પર ચડી જઈને ટીમથી ભાગવાની અને બચવાની લાઈવ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

(Source: Viral Video) pic.twitter.com/aI054zh9Y4

— ANI (@ANI) January 20, 2022

રસીકરણના ડરથી ઝાડ પર ચડી ગયો વ્યક્તિ
વાયરલ વીડિયોમાં કોવિડ રસીકરણ ટીમ સામે આવતા જ રસી ન મૂકાવવી પડે એટલે એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો જેને રસીકરણ ટીમ સમજાવીને ઝાડ પરથી નીચે ઉતારવાની કોશિશ કરી રહી છે. આ વીડિયો એએનઆઈએ પોસ્ટ કર્યો છે જે પહેલા બિહારનો હતો એમ કહેવાયું અને ત્યારબાદ સુધારીને યુપીના બલિયાનો ગણાવવામાં આવ્યો છે. 

He was apprehensive initially but was convinced eventually to take vaccine. In another instance,a man climbed tree but took the vaccine eventually: Atul Dubey,Block Dev Officer,Reoti

(Source: Viral video) pic.twitter.com/fVk5BGbP46

— ANI (@ANI) January 20, 2022

નાવિકે મારામારી કરી
અન્ય એક વાયરલ વીડિયોમાં પણ નાવિકને રસી મૂકવા માટે ટીમ પહોંચી તો નાવિક દ્વારા વારંવાર ભાગમભાગી, ટીમ મેમ્બર સાથે ઝપાઝપીની તસવીરો સ્પષ્ટ જોવા મળે છે. વીડિયોનું માનીએ તો જે વ્યક્તિ ઝાડ પર ચડે છે તે વિકાસ ખંડ રેવતીની ગ્રામ પંચાયત હન્ડિહા કલાનો છે. જ્યારે બીજો વીડિયો સરયૂ નદીના કિનારે ભચ્ચર કટહા ગ્રામ પંચાયતના એક નાવિકનો છે. બંને વીડિયો રસીકરણ અભિયાન દરમિયાનના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news