Noodles Making: ફેક્ટરીઓમાં નૂડલ્સ બનતા જોઇ ભલભલાનું ઉતરી જશે ચાઇનીઝ ફૂડનું ભૂત, ઓંકતા થઇ થયા ઘણા

Viral Video: આ વીડિયો વાયરલ થયા બાદ કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. લોકોએ કમેન્ટમાં ગંદી અને ઘૃણાસ્પદ વાતો લખી. એક યુઝરે કહ્યું- આખી પ્રક્રિયા આનાથી વધુ ગંદી ન હોઈ શકે. જો આ ફેક્ટરી ચાલતી હોય તો બંધ કરવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું, 'જો તમે કોઈ પ્રોડક્ટ લો છો અને તે કોઈ મોટી બ્રાન્ડની નથી, તો તેને બનાવવાની રીત આ પ્રકારની હશે.

Noodles Making: ફેક્ટરીઓમાં નૂડલ્સ બનતા જોઇ ભલભલાનું ઉતરી જશે ચાઇનીઝ ફૂડનું ભૂત, ઓંકતા થઇ થયા ઘણા

How Chinese Food is Made: આજની યુવા પેઢી Chinese Foodની ક્રેઝી છે. તમને મોટે ભાગે યુવાનો રસ્તાની બાજુના સ્ટોલ પર Chinese Foodની મજા લેતા જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે આ નૂડલ્સ કેવી રીતે બને છે? હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે નૂડલ્સ ખાવાનું બંધ કરી શકો છો. આ વીડિયો PFC ક્લબના સ્થાપક ચિરાગ બડજાત્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર શેર કર્યો છે. આ VIDEOમાં જોઈ શકાય છે કે નૂડલ્સ ખૂબ જ ગંદી સ્થિતિમાં બનાવવામાં આવે છે. આ વીડિયોને બે લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વીડિયોમાં શું છે
એવું લાગી રહ્યું છે કે આ વીડિયો એક નાની નૂડલ ફેક્ટરીમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મજૂરોને નૂડલ્સ તૈયાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. આ પછી તેને રોલિંગ મશીન દ્વારા પાતળા થ્રેડોમાં કાપવામાં આવે છે. આ દરમિયાન કોઈ મજૂર દ્વારા ન તો સ્વચ્છતાનું ધ્યાન રખાય છે અને ન તો હાથમાં મજૂરોએ મોજા પહેર્યા છે. ઉકાળ્યા પછી નૂડલ્સને જમીન પર ફેંકી દેવામાં આવે છે. જ્યાં સુધી તેઓ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક ન થાય ત્યાં સુધી તેઓ આ રીતે જ રહે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- તમે છેલ્લી વખત ક્યારે રસ્તાના કિનારે શેઝવાન સોસ સાથે ચાઈનીઝ હક્કા નૂડલ્સ ખાધા હતા?

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન

— Chirag Barjatya (@chiragbarjatyaa) January 18, 2023

લોકોએ આવી કોમેન્ટ કરી
આ વીડિયો વાયરલ થયા બાદ કોમેન્ટ્સનો મારો ચાલ્યો હતો. લોકોએ કમેન્ટમાં ગંદી અને ઘૃણાસ્પદ વાતો લખી હતી. એક યુઝરે કહ્યું- આખી પ્રક્રિયા આનાથી વધુ ગંદી ન હોઈ શકે. જો આ ફેક્ટરી ચાલતી હોય તો બંધ કરવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું, 'જો તમે કોઈ પ્રોડક્ટ લો છો અને તે કોઈ મોટી બ્રાન્ડની નથી, તો તેને બનાવવાની રીત આ પ્રકારની હશે. સેન્ડવીચ, સેવ પુરી અને પાણીપુરી બનાવવાની પ્રક્રિયા પણ સમાન હશે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે રસ્તાના કિનારે સેન્ડવીચ બટર કેવી રીતે બને છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news