UN ની ઈમરજન્સી બેઠકમાં યુક્રેને કહ્યું-અમારા આંસુ જુઓ, ભારતે કહી આ મહત્વની વાત

રશિયા-યુક્રેન યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કર્યું કે તે શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ 11માં ઈમરજન્સી વિશેષ સત્રમાં ભારતનો પક્ષ રજુ કરતા કહ્યું કે નવી દિલ્હીનો દ્રઢ વિશ્વાસ છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. 

UN ની ઈમરજન્સી બેઠકમાં યુક્રેને કહ્યું-અમારા આંસુ જુઓ, ભારતે કહી આ મહત્વની વાત

જીનેવા: રશિયા-યુક્રેન યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કર્યું કે તે શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ 11માં ઈમરજન્સી વિશેષ સત્રમાં ભારતનો પક્ષ રજુ કરતા કહ્યું કે નવી દિલ્હીનો દ્રઢ વિશ્વાસ છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. 

અમે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છીએ
ટીએસ તિરુમૂર્તિએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારત પોતાના નાગરિકોને તત્કાળ યુક્રેનથી બહાર કાઢવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે સભ્ય દેશોને કહ્યું કે આ એક મહત્વપૂર્ણ માનવીય મુદ્દો છે અને તેના પર તરત ધ્યાન આપવાની જરૂર છે. નોંધનીય છે કે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે મારપીટના સમાચાર પણ આવી રહ્યા છે. 

— ANI (@ANI) March 1, 2022

યુક્રેનના પડોશી દેશોનો માન્યો આભાર
ભારતીય પ્રતિનિધિએ યુક્રેનના તે પડોશી દેશોનો પણ આભાર માન્યો જેમણે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા પોતાની સરહદો ખોલી છે. તેમણે કહ્યું કે હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર માનું છું જેમણે અમારા નાગરિકો માટે પોતાની સરહદો ખોલી છે અને અમારા મિશનો અને તેમના કર્મીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અમે અમારા પડોશીઓ અને વિકાસશીલદેશોના તે લોકોની મદદ કરવા માટે તૈયાર છીએ જેમને સહાયતાની જરૂર છે. 

રશિયાના જૂઠ્ઠાણાને નહીં, અમારા આંસૂ જુઓ
બીજી બાજુ આ બેઠકમાં યુક્રેને રશિયા પર અનેક આરોપ લગાવ્યા. યુક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે રશિયાના જૂઠ્ઠાણાને ન જુઓ, અમારા આંસુ જુઓ. અમારા દર્દને મહેસૂસ કરો. અમને તમારી મદદની જરૂર છે. તેમણે કહ્યું કે રશિયાની સેના કહર વર્તાવી રહી છે. તેને રોકવું જોઈએ. જો કે રશિયાએ પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી અને કહ્યું કે સામાન્ય નાગરિકો તેના નિશાને નથી. યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસ્લિત્સ્યાએ રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કરતા કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો સંયુક્ત રાષ્ટ્ર નહીં બચે અને આ કોઈ ભ્રમ નથી. 

મહાસચિવે લગાવી રશિયાને  ફટકાર
આ ઈમરજન્સી બેઠકની શરૂઆતમાં જંગમાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટ મૌન રાખવામાં આવ્યું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રશિયાને ખુબ ફટકાર લગાવી. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ પણ સ્થિતિમાં બંધ થવું જોઈએ. ગુટેરેસે કહ્યું કે બસ બહુ થઈ ગયું. સૈનિકોએ પોતાના બેરેકમાં પાછા જવાની અને નેતાઓએ શાંતિ સ્થાપિત કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં નાગરિકોની સુરક્ષા થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news