કોરોના વેક્સીન પર ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર, કંપની આપશે કોવેક્સીન
કોરોના વાયરસની મહામારી સામે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને 1 કરોડ 10 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સીરમની વેક્સીન કોવિશીલ્ડની પ્રથમ ખેપ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા પણ લાગી છે
Trending Photos
નલી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને 1 કરોડ 10 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સીરમની વેક્સીન કોવિશીલ્ડની પ્રથમ ખેપ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા પણ લાગી છે. સ્પાઈસજેટ વિમાન વેક્સીન લઈ દિલ્હી પહોચ્યું. વેક્સીનને કન્ટેનર સાથે કડક સુરક્ષા વચ્ચે રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને સ્ટોર કરવામાં આવશે.
ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર
કોરોનાની વેક્સીનને લઇને ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર થયો છે. કરાર બાદ ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીન હવે બ્રાઝિલ જશે.
અદાર પૂનાવાલાએ કહ્યું- અમે આપી રહ્યા છે સૌથી સસ્તી વેક્સીન
સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, સમગ્ર દેશ કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ કોરોનાની સૌથી સસ્તી વેક્સીન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સીન આપવામાં આવી રહી છે. આ કિમત પહેલા 100 મિલિયન ડોઝની છે. તેમણે કહ્યું કે, વેક્સીનનો ઓર્ડર માર્ચ સુધી 5થી 6 કરોડ સુધી જશે.
વેક્સીનની કિંમતને લઇને સરકારે આપી જાણકારી
આરોગ્ય મંત્રાલયે દુનિયાના જુદા જુદા દેશોમાં વિવિધ વેક્સીનના ભાવ વિશે માહિતી આપી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે હાલમાં સીરમ સંસ્થા તરફથી વેક્સીનના 110 લાખ ડોઝ મંગાવ્યા છે. તેની કિંમત ડોઝ દીઠ 200 રૂપિયા (ટેક્સ બાદ કરતા) છે. ભારત બાયોટેકની કોવેક્સીનના 55 લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારને આપ્યો છે. તેમાંથી 16.5 લાખ ડોઝ ભારત સરકારને વિના મૂલ્યે આપવામાં આવશે, જ્યારે 38.5 લાખ ડોઝની કિંમત 296 રૂપિયા ડોઝ (ટેક્સને બાદ કરતા) થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે