Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

રાજ્યમાં બે દિવસથી 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મોત થયા છે તો 339 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે આજે વડોદરા સુરત, અને રાજકોટ સહિત રાજ્યના કયા શહેરમાં દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 
Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ

ઝી મીડિયા, બ્યૂરો: રાજ્યમાં બે દિવસથી 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 514 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મોત થયા છે તો 339 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે આજે વડોદરા સુરત, અને રાજકોટ સહિત રાજ્યના કયા શહેરમાં દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના નવા 18 કેસ સામે આવ્યા છે. જ્યારે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ 6 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં નવા આવેલા કેસોમાં ગાંધીનગર તાલુકામાં 6, દેહગામ 3 અને કલોલમાં 9 કેસ નોંધાયા છે.

વડોદરામાં કોરોના વાયરસના વધુ નવા 41 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1651 થઈ ગઈ છે. વડોદરામાં 182 સેમ્પલમાંથી 41 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોનાથી આજે 21 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 1092 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે નવા આવેલા કેસોમાં પાદર, જંબૂસર અને જરોદ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં આજે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 પુરૂષ અને 1 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3માંથી 2 દર્દી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા જ્યારે 1 દર્દી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો હતો. શહેરમાં કોરોના પોઝિટિવ આંક 118 પહોંચ્યો છે. 

બનાસકાંઠામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પાલનપુરમાં રહેતા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, દર્દીને સારવાર અર્થે અમદાવાદ ખેસડવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 154 પર પહોંચ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તલોદના હરસોલમાં 55 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ પ્રાંતિજના વહોરવાડમાં 68 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં આત્યાર સુધી 116 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 89 દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ 21 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિના મોત કોરોનાને કારણે થયા છે.

અરવલ્લી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મોડાસા શહેરના દ્વારકાપુરી, નિત્યદર્શન, જનકપાર્ક અને ગોવર્ધન ટાઉનશીપમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 160 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે. શહેર વિસ્તારમાં 3 અને જંબુસરમાં વધુ 2 કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા બુસા સોસાયટી, ઝાડેશ્વરના સમૃદ્ધિ બંગલોઝ અને સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 98 પર પહોંચી ગઈ છે.

ભાવનગર જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વિદ્યાનગરની મહિલા અને તળાજાના જાલવદરના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાનગરની 30 વર્ષીય મહિલા તેમજ જાલવદરના 32 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જામનગરમાં આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સપડાણામાં રહેતા 55 વર્ષીય પુરૂષ તેમજ ટિવથાવરીયા ગામે 22 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં કોરોના પોઝિવિ દર્દીઓની કુલ સંખ્યા 87 છે. જ્યારે 3 વ્યક્તિઓના મોત કોરોનાને કારણે નિપજ્યા છે.

બોટાદ શહેરના 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક 53 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને સારવાર માટે સાળંગપુર હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 9 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો 17 પહોંચ્યો છે. અમદાવાદથી ભાણવડ આવેલી 31 વર્ષીય યુવતી કોરોનાની ઝપેટમાં આવી હતી. 31 વર્ષીય મહિલા તબીબ અમદાવાદ ફરજ બજાવી પરત આવી હતી. બાદ કોરોના પોઝિટિવ આષુય વિભાગમાં કોરોના વોરિયર તરીકે સેવા આપતી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ ખાતે 16 દિવસના ડેપ્યુટેસન માટે અમદાવાદ ગઈ હતી. જ્યાં ઓપીડી વિભાગમાં ફરજ સોંપાય હતી.

અમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલામાં 2 કોરોના પોઝિટિવ કેસ, ધારીમાં 1 અને અમરેલીના વિઠલપુર ખંભાળિયામાં 1 કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ 31 થઈ. હાલ અમેરલી જિલ્લામાં 16 એક્ટીવ કેસ છે. જ્યારે 11 દર્દીઓ સાજા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news