ઇન્ડીયા કા DNA : દિલ્હી સરકાર પ્રસ્તાવિત કરે તો શાહીન બાગમાં ફ્લાઇઓવર પણ બનાવી દઇશું- વીકે સિંહ

દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly election 2020) પહેલાં ઝી ન્યૂઝના કોન્કલેવ 'ઇન્ડીયા કા DNA'માં દેશના પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે કહ્યું કે શાહીન બાગ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે વિપક્ષ નબળો થઇ જાય છે તો તે બિલાડીની માફક થાંભલાને નખ મારે છે.

ઇન્ડીયા કા DNA : દિલ્હી સરકાર પ્રસ્તાવિત કરે તો શાહીન બાગમાં ફ્લાઇઓવર પણ બનાવી દઇશું- વીકે સિંહ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly election 2020) પહેલાં ઝી ન્યૂઝના કોન્કલેવ 'ઇન્ડીયા કા DNA'માં દેશના પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે કહ્યું કે શાહીન બાગ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે વિપક્ષ નબળો થઇ જાય છે તો તે બિલાડીની માફક થાંભલાને નખ મારે છે. આ દેશમાં સહિષ્ણુતા છે, પર6તુ તેને બીજી રીતે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

આમ આદમી પાર્ટી દ્વારા દેશભક્તિનો સિલેબસ લાવવા અંગે તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદ હંમેશા મોટો મુદ્દો હોય છે. જે લોકો સેના પર સવાલ ઉભા કરે છે તે દેશભક્તિ શું સમજશે. કોઇ એવું નથી જેને દેશમાં રાષ્ટ્રભક્તિ ન હોય. તેને ભણાવાની કોઇ જરૂર નથી. આ તે લોકો છે, જેમની અંદર દેશભક્તિને લઇને શંકા છે. 

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દ્વારા પીળિયો થયો હોય તેને બધું જ પીળું લાગે છે. જ્યારથી દિલ્હીમાં આપની સરકાર આવી છે બધા લોકો પરેશાન છે. 

રોડ અને પરિવહન રાજ્યમંત્રીએ એક પ્રશ્નના જવાબમાં શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનોના લીધે લોકોને થઇ રહેલી મુશ્કેલીને લઇને તેમણે કહ્યું કે જો દિલ્હી સરકાર પ્રસ્તાવિત કરે તો અમે તે માર્ગ પર એક કિલોમીટર લાંબો ફ્લાઇઓવર પણ બનાવી દઇશું. 

તો બીજી તરફ પ્રદર્શનના લીધે 4 મહિનાના બાળકના મોતને લઇને તેમણે કહ્યું કે અમને આ વાત પર દુખ છે. આ ધરણા પ્રદર્શનના આયોજકોને એ સમજવું જોઇએ કે આવા પ્રદર્શનોથી ફક્ત લોકોનું નુકસાન થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news