delhi assembly election 2020

RSSએ દિલ્હીની હારનો ટોપલો મોદી-શાહના માથા પર ઢોળ્યો, કહી દીધું કે...

આરએસએસ (RSS) ના મુખપત્ર ઓર્ગેનાઈઝર (Organizer) માં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020) ના પરિણામની સમીક્ષા કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝરમાં છપાયેલ લેખમાં દિલ્હીમાં બાજેપીની કારમી હારના કારણોની ચર્ચા કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ હંમેશા વિધાનસભા સ્તરના ઈલેક્શનમાં મદદ નથી કરી શક્તા અને દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પાર્ટીને નવી રીતથી તૈયાર કરવા ઉપરાંત બીજો કોઈ વિકલ્પ નથી. 

Feb 21, 2020, 08:48 AM IST

અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે.

Feb 17, 2020, 05:29 PM IST

લાંબા સમયથી ચૂપચાપ બેસેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કંઈ મોટું કરવાની ફિરાકમાં

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના પરિણામ બાદ પંજાબ (Punjab) ની રાજનીતિમાં હલચલ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી ચૂપચાપ બેસી રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને આપ પાર્ટી વચ્ચે સંપર્ક થવાની ચર્ચાઓ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, સિદ્ધુએ ફરીથી અમરિંદર સરકારમાં આવવાની કોઈ પણ શક્યતાનો ઈન્કાર કર્યો છે. તો આપ (AAP) હવે ફરીથી તેઓને પોતાના ખેમામાં લાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવા છતા સિદ્ધુ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગયા ન હતા.

Feb 17, 2020, 08:43 AM IST

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યંત શરમજનક પ્રદર્શન, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ ઉઠાવ્યાં સવાલ     

દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી સત્તા પર બિરાજમાન રહેલી કોંગ્રેસને 2015ની જેમ આ વખતે પણ એકેય સીટ મળી નહીં. જેને લઈને હવે પાર્ટીમાં હાહાકાર મચી રહ્યો છે. હારને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે. 

Feb 13, 2020, 07:07 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારમાં પણ ભાજપ માટે છૂપાયેલા છે મોટા ખુશખબર, જાણો કેવી રીતે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રિઝલ્ટનો શોરબકોર પણ હવે શાંત થયો છે. આમ આદમી પાર્ટીને ફાળે 62 બેઠકો ગઈ અને પાર્ટીએ સતત ત્રીજીવાર દિલ્હીની સત્તા મેળવી છે. ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થયો નથી. જો કે પરિણામમાં હાર હોવા છતાં ભાજપ માટે ખુશખબર છૂપાયેલા છે. કારણ કે કોંગ્રેસનું જ્યાં દિલ્હીમાં પત્તું કપાઈ ગયું છે ત્યાં ભગવા પાર્ટીના વોટશેરમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 

Feb 13, 2020, 01:54 PM IST

પંક્ચર કરનારનો પુત્ર આ પોશ વિસ્તારમાંથી બીજીવાર બન્યો MLA, પહેલાંથી વધુ વોટ મળ્યા

દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly election 2020)માં જંગપુરા સીટ પરથી AAPના વિજયી ઉમેદવાર પ્રવીણ કુમાર ખુબ ચર્ચામાં છે. ચર્ચાના લીધે તેમની સતત બીજી જીત છે પરંતુ તેમનું સંઘર્ષ ભરેલું જીવન છે.

Feb 13, 2020, 11:35 AM IST

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

Feb 12, 2020, 03:57 PM IST

PMના વિકાસવાળા રાજકારણની કોપી કરીને કેજરીવાલ બન્યાં અરવિંદ 'મોદીવાલ'!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટીએ સતત બીજીવાર રેકોર્ડ બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો છે. જો આ ચૂંટણી મેચને જોઈએ તો અરવિંદ કેજરીવાલે જે ખેલાડીના પરફોર્મન્સને કદાચ સૌથી નજીકથી જોયું અને સમજ્યું તેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

Feb 12, 2020, 02:29 PM IST

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ ચર્ચા, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખતરો છે કેજરીવાલ 3.0? 

દિલ્હીમાં બંપર જીત બાદ કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwa) નું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી આવી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવવામાં હજુ સમય લાગશે. 

Feb 12, 2020, 01:48 PM IST

અરવિંદ કેજરીવાલ AAP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં, 16મી ફેબ્રુઆરીએ શપથવિધિ!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢ્યાં. આ અગાઉ અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલજી અનિલ બૈજલને મળવા ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ એવા પણ અહેવાલ છે કે 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલની શપથવિધિ થઈ શકે છે. શપથવિધિ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં થશે. 

Feb 12, 2020, 01:23 PM IST

દિલ્હી : AAPના ધારાસભ્ય નરેશ યાદવના વિજયી સરઘસ પર ફાયરિંગ, એક સમર્થકનું મોત

8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થયેલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગઈકાલે 11 ફેબ્રુઆરીના રોજ આવ્યું હતું. જેના બાદ તરત જ મહારૌલી વિધાનસભાથી વિજયી થયેલા AAP ધારાસભ્ય નરેશ યાદવ (Naresh Yadav) ના કાફલા પર ફાયરિંગ થયું હતું. બે હુમલાખોરોએ ધારાસભ્યના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. અચાનક થયેલા આ હુમલામાં ધારાસભ્યના એક સમર્થકનું મોત થયું છે અને અન્ય એક સમર્થક ઘાયલ થયા છે. આ મામલામાં દિલ્હી પોલીસે માહિતી આપી કે, ફરાર બંને આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ સમગ્ર મામલો આંતરિક દુશ્મનાવટનો હોવાનું કહેવાય છે.

Feb 12, 2020, 11:30 AM IST

દિલ્હીની હાર બાદ શિવસેનાએ BJPને ખરીખોટી સંભાળાવવામાં કંઈ બાકી ન રાખ્યું

દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં આમ આદમી પાર્ટી (AAP) ની પ્રચંડ જીત પર શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામના (Saamana) ના માધ્યમથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ આપી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને ખરીખોટી સંભળાવી છે. સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિઓ પર હવાબાજ પણ કહેવાઈ છે. શિવસેનાએ દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં બીજેપી તરફથી પ્રચાર કરનારી લાંબી લચક ફૌજને લઈને હુમલો બોલાવ્યો છે.

Feb 12, 2020, 10:49 AM IST

જાગ્યા ત્યારથી સવાર... હારેલું BJP આજે કારમી હાર બાદ કરશે મંથન, તો AAPએ પણ બોલાવી મીટિંગ

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Elections 2020) માં શાનદાર જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પોતાના નિવાસસ્થાન પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તો દિલ્હીમાં બીજેપી (BJP)એ પણ હારની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી (Delhi election results) માં મંગળવારે 11 ફેબ્રુઆરીના રોજ આવેલા પરિણામાં દિલ્હીની જનતાએ એકવાર ફરીથી અરવિંદ કેજરીવાલને કમાન સોંપી છે. દિલ્હીની 62 સીટ પર આપે જીત નોંધાવી છે.

Feb 12, 2020, 08:04 AM IST

દિલ્હી ચૂંટણીઃ આ છે ભાજપના 5 મોટા ચહેરા, જેનો થયો કારમો પરાજય

વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) આમ આદમી પાર્ટીએ 62 સીટો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
 

Feb 11, 2020, 11:25 PM IST

AAP માટે 'મંગલ' સાબિત થયો 'મંગળવાર', આ 5 કારણોથી મળી પ્રચંડ જીત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી છે. આમ આદમી પાર્ટીએ કુલ 62 સીટો કબજે કરી છે. 
 

Feb 11, 2020, 10:18 PM IST

Delhi Election Result 2020: તમામ સીટોના પરિણામ જાહેર, આપ 62, ભાજપ 08, કોંગ્રેસ 00

દિલ્હીના લોકોએ ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 62 સીટો જીતીને સરકાર બનાવી રહી છે. 
 

Feb 11, 2020, 10:08 PM IST

Delhi Election Results 2020: દિલ્હીમાં કોંગ્રેસની 63 સીટો પર ડિપોઝિટ ડૂલ

Delhi Election Results 2020: રસપ્રદ વાત તે છે કે કુલ 66 (70માં 4 સીટો પર આરજેડીના ઉમેદવાર ચૂંટણી લડ્યા) ઉમેદવારોમાંથી મહા મહેનતે માત્ર 3 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા છે. કોંગ્રેસની 63 સીટ એવી છે જ્યાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસે 4 લીટો લાલૂ પ્રસાદની પાર્ટી આરજેડીને આપી હતી.
 

Feb 11, 2020, 09:06 PM IST

ભાજપના અધ્યક્ષ બનતા જ પ્રથમ 'ટેસ્ટ'માં ફેલ થયા જેપી નડ્ડા, દિલ્હીમાં ભાજપને મળી માત્ર 8 સીટ

આ ચૂંટણી ન માત્ર સ્થાનિક નેતાઓ પરંતુ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા માટે પણ પરીક્ષા હતા. નડ્ડા અધ્યક્ષ બ્યા બાદ કોઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ મોટી હાર છે. 
 

Feb 11, 2020, 08:31 PM IST

Result 2020: ચાંદની ચોકથી અલકા લાંબાની શરમજનક હાર, મળ્યા માત્ર 3800 મત

ચાંદની ચોક વિધાનસભા સીટ પર વિજેતા રહેલા પ્રહલાદ સિંહ સાહનીને 50845 મત મળ્યા છે. બીજા નંબર પર રહેલા સુમન કુમાર ગુપ્તાને 21260 મત મળ્યા છે. તો ત્રીજા નંબર પર રહેલી અલકા લાંબાને માત્ર 3876 મત મળ્યા છે. 

Feb 11, 2020, 08:08 PM IST

જીત પર પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલે કહ્યું- આભાર, દિલ્હી માટે કેન્દ્રના સહયોગની આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 2015 જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરતા જીત હાસિલ કરનાર અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપી છે.

Feb 11, 2020, 07:56 PM IST