Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 18 ટકાનો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 18 ટકાનો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.82 લાખ નવા કોવિડ કેસ નોંધાયા છે. જે મંગળવારની સરખામણીએ 18 ટકા વધારે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 441 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,87,202 લોકો મહામારીના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. 

નવા કેસમાં 18 ટકાનો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 2,82,970 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 44,889 હજાર કેસ વધુ છે. એક દિવસમાં 1,88,157 લોકો રિકવર પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 18,31,000 દર્દીઓ સારવાર હેઠળ છે. 

Active case: 18,31,000
Daily positivity rate: 15.13%

8,961 total Omicron cases detected so far; an increase of 0.79% since yesterday pic.twitter.com/Fz8ZfjplTF

— ANI (@ANI) January 19, 2022

દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 15.13% એ પહોંચ્યો છે. ઓમિક્રોનની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 8,961 ઓમિક્રોન કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા 0.79% નો વધારો જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news