PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણ

PM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં જ ભારત અને સિંગાપુર વચ્ચે ડિજીટલ, ટેક્નિક, સેમિ કંડક્ટર અને સ્વાસ્થ્ય-સ્કીલ ડેવલપમેન્ટને લઈને મહત્વના 4 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણ

pm modi singapore tour : નાનકડા મુસ્લિમ દેશ બ્રુનેઈના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોરનો પ્રવાસ કર્યો. સિંગાપોર પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. તો આ સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો.. ત્યારે પ્રધાનમંત્રી મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને શું થશે ફાયદો, જોઈએ આ અહેવાલમાં... 

  • સિંગાપુરમાં પ્રધાનમંત્રી મોદી  
  • એરપોર્ટથી સંસદ સુધી શાનદાર સ્વાગત 
  • 4 મહત્વના કરાર પર થયા હસ્તાક્ષર  

મુસ્લિમ દેશ બ્રુનેઈના પ્રવાસ બાદ ભારતથી હજારો કિલોમીટર દૂર સિંગાપુર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરાયું. જ્યાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથેની મુલાકાતમાં બંને દેશોના ગાઢ સંબંધોના દુનિયાએ દર્શન કર્યા. કેમ કે જાણે બે ગાઢ મિત્રો વર્ષો બાદ મળતા હોય તેમ 22 વર્ષ નાના સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ પીએમ મોદીને જોતાની સાથે જ ભેટી પડ્યા હતા. 

સિંગાપોર પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોર પાર્લામેન્ટની મુલાકાત લીધી. જ્યાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને આવકારાયા... તો સાથે જ પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોર પાર્લામેન્ટની વિઝિટર બુકમાં બંને દેશના ગાઢ સંબંધોને લઈ શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો. 

  • સિંગાપુરમાં PM મોદીનું શાનદાર સ્વાગત
  • મહત્વના 4 સમજૂતી કરારો પર થયા હસ્તાક્ષર
  • ભારત-સિંગાપુરના સંબંધોમાં PMની નવી પહેલ 

સિંગાપુર પાર્લામેન્ટની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા પહોંચ્યા. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે બંને દેશના સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા થઈ.

પીએમ મોદીની યાત્રા ભારતની એક્સ ઈસ્ટ પોલિસી અંતર્ગત થઈ રહી છે. ત્યારે સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં જ ભારત અને સિંગાપુર વચ્ચે ડિજીટલ, ટેક્નિક, સેમિ કંડક્ટર અને સ્વાસ્થ્ય-સ્કીલ ડેવલપમેન્ટને લઈને મહત્વના 4 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. તો બંને દેશ વચ્ચે મહત્વના કરાયો થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે અમે પણ ભારતમાં અનેક સિંગાપુર બનાવવા માગીએ છીએ. 

પ્રધાનમંત્રી મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન સિંગાપુરની લિડિંગ કંપનીની મુલાકાત લીધી. જ્યાં સેમિકંડક્ટર પર ડેલિગેશન લેવલની ચર્ચા કરાઈ. એટલું જ નહીં વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઈનમાં કંપનીની ભૂમિકા, સંચાલન અને ભારત માટે કંપનીની યોજનાઓ અંગે પ્રધાનમંત્રી મોદીને અવગત કરવામાં આવ્યાં... આ મુલાાકત બાદ ભારતમાં સેમિકંડક્ટર ઈકોસિસ્ટમને વિકસિત કરવાના પ્રયાસો અને આ ક્ષેત્રમાં સિંગાપુરના પાવરને જોઈને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ભારત અને સિંગાપુર સેમીકંટક્ટર ઈકોસિસ્ટમ પાર્ટનરશિપ સમજૂતી પર હસ્તાક્ષર થતાં સેમિકંટક્ટર તરફ હરણફાળ ભરી રહેલા ભારતના આ સમજૂતીથી ઘણો જ ફાયદો થશે. 

વર્ષ 2015થી ભારત-સિંગાપુરના સંબંધો ગાઢ બન્યા છે. સિંગાપુર પણ વર્ષોથી ભારતમાં ભરપૂર રોકાણ કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં સિંગાપુર તરફથી ભારતમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચુક્યુ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીનો આ સિંગાપોર પ્રવાસથી ભારતને હજુપણ વધુ ફાયદો થશે તે નક્કી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news