ભારતે 5000 કિમીની રેન્જ ધરાવતી અગ્ની-5 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું આ સાતમું પરીક્ષણ છે, છેલ્લે 3 જુન, 2018ના રોજ તેનું પરીક્ષણ કરાયું હતું 

ભારતે 5000 કિમીની રેન્જ ધરાવતી અગ્ની-5 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભુવનેશ્વરઃ ભારતે સોમવારે સ્વદેશમાં જ નિર્મિત અને પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ એવી બેલિસ્ટિક મિસાઈલ અગ્ની-5નું ઓડિશાના સમુદ્ર કિનારે સફળ પરીક્ષણ કર્યું હતું. જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી આ અગ્નિ-5 મિસાઈલ 5000 કિમીના વિસ્તારમાં ત્રાટકી શકે છે. આ મિસાઈલને બપોરે 1.30 કલાકે ભાદ્રક જિલ્લામાં આવેલા અબ્દુલ કલામ આઈસલેન્ડ પરની 'ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ' પરથી છોડવામાં આવી હતી. 

સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા નિર્મિત આ મિસાઈલ નેવિગેશન અને ગાઈડન્સમાં એડવાન્સ સિસ્ટમ ધરાવે છે, સાથે જ તેનું એન્જિન નવી ટેક્નોલોજી પર આધારિત છે. આ મિસાઈલ પરુમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલનું આ સાતમું પરીક્ષણ છે. આ અગાઉ છેલ્લે 3 જુન, 2018ના રોજ તેનું પરીક્ષણ કરાયું હતું. 

સંરક્ષણ ક્ષેત્રના સ્રોતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, "સોમવારે બપોરે બંગાળની ખાડીમાં આવેલા ડો. અબ્દુલ કલામ ટાપુ પરની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના 4 નંબરના લોન્ચપેડ પરથી મોબાઈલ લોન્ચર વડે આ મિસાઈલ છોડવામાં આવી હતી. આ એક ઉપયોગ સંબંધિત પરીક્ષણ હતું અને ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની સ્ટેટજિક ફોર્સ કમાન્ડ દ્વારા તેનું પરીક્ષણ કરાયું હતું."

ડીઆરડીઓના અધિકારીએ જણાવ્યું કે, આ મિસાઈલ લક્ષ્યને ભેદવામાં એકદમ સચોટ છે અને તેને કમ્પ્યૂટરની મદદથી દિશાસુચન કરી શકાય છે. તેમાં રિંગ લેઝર ગાયરો આધારિત ઈન્ટિશિયલ નેવિગેશન સિસ્ટમ, માઈક્રો ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, ફુલ્લી ડિજિટલ કન્ટ્રોલ સિસ્ટમ અને એડાવન્સ કોમ્પેટ્ક એવીઓનિકંસ સિસ્ટમ ફીટ કરવામાં આવેલી છે. 

અગ્નિ-5 મિસાઈલની વિશેષતા 

  • નિર્માણઃ સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)
  • પ્રહાર ક્ષમતાઃ 5000 કિમી
  • સ્ટેજઃ 3 સ્ટેજ 
  • લંબાઈઃ 17 મીટર 
  • પહોળાઈઃ 2 મીટર
  • ક્ષમતાઃ 1.5 ટન પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ
  • નેવિગેશન સિસ્ટમઃ રિંગ લેઝર ગાયરો, માઈક્રો ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ
  • કન્ટ્રોલઃ ફુલ્લી ડિજિટલ કન્ટ્રોલ, એડાવાન્સ્ડ કોમ્પેક્ટ એવીઓનિક્સ
  • ગાઈડસન્સઃ કમ્પ્યૂટર આધારિત 
  • વિશેષતાઃ અતિઉચ્ચ વિશ્વસનિયતા, લાંબું આયુષ્ય, ઓછો જાળવણીખર્ચ, પરિવહનમાં સરળ 

અગ્નિ-5 મિસાઈલના 6 સફળ પરીક્ષણ
પ્રથમ બે પરીક્ષણઃ 2013 અને 2013, ઓપન કન્ફીગ્યુરેશનમાં
ત્રીજું, ચોથું અને પાંચમું પરીક્ષણઃ કેનિસ્ટર ઈન્ટીગ્રેટેડ વીથ મોબાઈલ લોન્ચર
છઠ્ઠું પરીક્ષણઃ 6 જુન, 2013(કેટલીક નવી ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ)

અગ્નિ મિસાઈલની શ્રેણી 
અગ્નિ-1 : 700 કિમી રેન્જ
અગ્ની-2 : 2000 કિમી રેન્જ
અગ્ની-3, 4 : 2,500 થી 3,500 કિમી રેન્જ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news